ચીચગાંવી આદિવાસી મહિલાઓના PM મોદીએ કર્યા વખાણ

PC: PIB

મન કી બાત 2.0ના 20મા એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલાં તમે જોયું હશે કે, અમેરિકાના સાનફ્રાન્સિસ્કોથી બેંગલુરૂ માટે એક નોનસ્ટોપ ફલાઇટનું સૂકાન ભારતની ચાર મહિલા પાઇલોટોએ સંભાળ્યું હતું. 10 હજાર કિલોમીટરથી પણ વધુ લાંબી આ સફર કાપીને વિમાન સવા બસ્સોથી વધુ મુસાફરોને ભારત લઇને આવ્યું. તમે આ વખતે 26 જાન્યુઆરીની પરેડમાં પણ જોયું હશે કે જ્યાં ભારતીય હવાઇદળની બે મહિલા અધિકારીઓએ નવો ઇતિહાસ રચી દીધો છે. ક્ષેત્ર કોઇપણ હોય દેશની મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પરંતુ આપણે મોટાભાગે જોઇએ છીએ કે, દેશના ગામોમાં થઇ રહેલા આ પ્રકારના પરિવર્તનની એટલી ચર્ચા નથી થતી. એટલે જ જ્યારે મેં એક ખબર મધ્યપ્રદેશના જબલપુરના જોયા તો મને લાગ્યું કે, તેનો ઉલ્લેખ મારે મન કી બાતમાં ચોક્કસ કરવો જોઇએ.

PMએ કહ્યુ કે, આ ખબર પણ બહુ પ્રેરણાદાયક છે. જબલપુરના ચીચગાંવમાં કેટલીક આદિવાસી મહિલાઓ એક રાઇસમિલમાં દાડિયા તરીકે કામ કરતી હતી. કોરોના વૈશ્વિક મહામારીએ જે રીતે દુનિયાની દરેક વ્યક્તિને અસર કરી છે. તે રીતે આ મહિલાઓ પણ અસરગ્રસ્ત થઇ. તેમની રાઇસમિલમાં કામ અટકી ગયું. સ્વાભાવિક છે કે, તેનાથી તેમની આવકમાં પણ મુશ્કેલી પડવા લાગી. પરંતુ તે મહિલાઓ નિરાશ ન થઇ. તેમણે હાર ન માની. તેમણે નક્કી કર્યું કે, તેઓ સાથે મળીને પોતાની ખુદની રાઇસમિલ શરૂ કરશે. જે મિલમાં તેઓ કામ કરતી હતી તે મિલમાલિક પોતાની મશીનરી વેચવા માગતા હતા. તેમાંથી મીના રાહંગડાલેજીએ બધી મહિલાઓને એકઠી કરીને સ્વયં સહાયતા જૂથ બનાવ્યું અને બધાએ પોતપોતાની બચાવેલી મૂડીમાંથી પૈસા એકઠા કર્યા. આ રકમ ઓછી પડી. એટલે તે માટે આજીવિકા મિશન અંતર્ગત બેંકમાંથી કરજ લીધું અને હવે જુઓ, આદિવાસી બહેનોએ એ જ રાઇસમિલ ખરીદી લીધી. જેમાં તેઓ કયારેક કામ કરતી હતી.

આજે તેઓ પોતાની ખુદની રાઇલમિલ ચલાવી રહી છે. આટલા જ દિવસોમાં આ રાઇસમિલે લગભગ 3 લાખ રૂપિયાનો નફો કર્યો છે. આ નફામાંથી મીનાજી અને તેમની સાથી બહેનો સૌથી પહેલાં બેંકની લોન ચૂકવવા અને પછી પોતાનો વેપાર વધારવા માટે તૈયારી કરી રહી છે. કોરોનાએ જે પરિસ્થિતિ ઉભી કરી તેનો મુકાબલો કરવા માટે દેશના ખૂણેખૂણામાં આવા અદભૂત કામ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp