મધ્ય પ્રદેશની આ મહિલાનો વીડિયો શેર કરી સેહવાગે કહ્યું 'સુપર વુમન, પ્રણામ'

PC: ANI

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે મધ્ય પ્રદેશના સિહોરની રહેવાવાળી લક્ષ્મીબાઈનો એક વીડિયો શેર કરતા તેને સુપર વૂમન કહ્યું છે. વિરેન્દ્ર સહેવાગે કહ્યું છે કે આ મહિલા પાસેથી યુવાનોએ શીખ લેવી જોઈએ.  વિરેન્દ્ર સહેવાગે કહ્યું હતું કે ન માત્ર સ્પીડ, પરંતુ લગન અને કોઈ કામ નાનું નથી હોતું... શીખવા અને કામ કરવાની કોઈ ઉંમર હોતી નથી, પ્રણામ... તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશની રહેવાવાળી લક્ષ્મીબાઈ સિહોરના ડીએમ કાર્યાલયમાં ટાઈપિંગનું કામ કરે છે.

તેનો વીડિયો વિરેન્દ્ર સહેવાગે ટ્વીટર પર શેર કર્યો છે. લક્ષ્મીબાઈએ કહ્યું છે કે પુત્રીના અકસ્માત પછી તેણે આ કામ સંભાળવું પડ્યું હતું, જેથી તે દેવું ચૂકવી શકે. તેણે વધુમાં કહ્યું હતું કે, તે ભીખ માંગી શકતી નથી. આ કામમાં જિલ્લાધિકારી રાઘવેન્દ્ર સિંહ અને એસડીએમ ભાવના વિલંબે પણ મદદ કરી છે.

લક્ષ્મીબાઈએ કહ્યું હતું તે, તેને ખુશી છે કે વિરેન્દ્ર સહેવાગે તેનો વીડિયો શેર કર્યો છે. મને દેવું ચૂકવવા માટે અને ઘર માટે મદદની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp