જજે કેમ કહ્યું- પુરુષોને પણ પિરિયડસ આવે તો ખબર પડે કે શું યાતના હોય છે?

PC: twitter.com

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના એક ચુકાદાની નિંદા કરીને સખત ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, જો પુરુષોને પણ પિરિયડસ આવે તો ખબર પડે કે મહિલાઓએ કેટલી યાતના ભોગવવી પડતી હોય છે. મધ્ય પ્રદેશ હાઇકોર્ટે કેટલીક મહિલા જજોને તેમના પ્રદર્શનના આધારે બરતરફ કરી દીધા હતા.

સુપ્રીમ કોર્ટના મહિલા ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને કોટિશ્વર સિંહની બેંચે સુનાવણી વખતે કહ્યું કે, એ કહેવું બહુ આસાન છે કે ડીસમીસ-ડીસમીસ અને ઘરે બેસી જાઓ. પરંતુ જ્યારે ન્યાયાધીશો માનસિક અને શારિરીક રીતે પીડિત હોય ત્યારે તેમના કેસના નિકાલનો દર માપદંડ ન હોય શકે. ખાસ કરીને જ્યારે મહિલા  માનસિક અને શારિરિક રીતે પીડિત છે તો તમે એમ ન કહી શકો કે તેઓ ધીમા છે. મહિલા જ્યારે ગર્ભપાતમાંથી પસાર થાય ત્યારે તેની શું યાતના હોય છે એ અમને ખબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp