ગરબા રમવાને બહાને અમદાવાદની મહિલા પ્રેમી સાથે ફરતી, પતિને પડી ખબર અને...

PC: intoday.in

અમદાવાદમાં એક પતિએ પોતાની પત્નીને ગરબા રમવા માટે મોકલી હતી, પરંતુ પત્ની ગરબા રમવાની જગ્યાએ રાતભર પોતાના પ્રેમી સાથે રહેતી હતી, પરંતુ એક દિવસ સવારે પાંચ કલાકે ઘરે તે પરત ફરી તો તેના પતિએ તેના પ્રેમીની સાથે તેને રંગેહાથે પકડી લીધી હતી. વાત એવી છે કે, અમદાવાદના સોલા સાયન્સ રોડ પર સ્થિત હેતાર્થ પાર્ટી પ્લોટ પર રહેનારી 40 વર્ષીય વિવાહિત મહિલા પોતાની 14 વર્ષની દીકરીને લઈને ગરબા રમવા ગઈ હતી.

તેની દીકરી રાતે 12 કલાકે ઘરે આવી ગઈ હતી, પરંતુ મહિલા નહોતી આવી. પતિ ઘરની બહાર પત્નીની રાહ જોતો હતો, ત્યારે જ કારમાંથી મહિલા પોતાના પ્રેમી યુવરાજ બોરાણા સાથે પહોંચી તો પતિએ તેને રંગેહાથે ઝડપી લીધી હતી. મહિલાના પતિને જોઈને પ્રેમી કાર લઈને ભાગી ગયો હતો. મહિલાના પતિએ પણ તેનો પીછો કર્યો અને તેને પકડી લીધો. બંને વચ્ચે મારપીટ થઈ જેમાં પ્રેમીએ પતિને ઇજા પહોંચાડી હતી. જે બેગથી પ્રેમીએ મહિલાના પતિને માર્યો હતો, તેમાં 4 કારતૂસ મળી આવી હતી, એટલે વસ્ત્રાપુર પોલીસે યુવરાજ બોરાણાની અટકાયત કરી લીધી હતી.

વસ્ત્રાપુર PI એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપી યુવરાજ બોરાણા વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો છે, એટલે તે પોતાના પાસે ગન અને કારતૂસ રાખતો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp