મહિલા કોમેડિયનને રેપની ધમકી આપનારા યૂટ્યૂબર શુભમ મિશ્રાની વડોદરાથી ધરપકડ

PC: woodwardjournal.com

સ્ટેન્ડ અપ કોમેડિયન અગ્રિમા જોશુઆને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકી આપનારા યૂટ્યૂબર શુભમ મિશ્રાની ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ગુજરાત પોલીસને આ સંબંધમાં એક લેટર લખવામાં આવ્યો હતો, ત્યાર પછી પોલીસે આ કાર્યવાહી કરી છે.

વડોદરા પોલીસે ટ્વીટ કરી જાણકારી આપતા કહ્યું કે, શુભમ મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની સામે IPC ધારા 294(અશ્લીલતા), 354(A), 504(જાણી જોઇને જાહેર શાંતિ ભંગ કરવા અપમાન), 505(ઉશ્કેરી જનક નિવેદન જેનાથી સામાજિક અવ્યવસ્થા ફેલાઇ શકે છે), 506( ગુનાહિત ધમકી), 509(મહિલાઓનું અપમાનનો ઈરાદો) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વાત એ છે કે, અગ્રિમા જોશુઆ પર આરોપ છે કે, તેણે એક વીડિયોમાં છત્રપતિ શિવાજી મહારાજની મજાક ઉડાવી હતી. તેને લઇને યૂટ્યૂબર શુભમ મિશ્રાએ તેને બળાત્કાર કરવાની ધમકી અને તેની સામે આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કર્યો. જોકે, વિવાદ વધતા જોતા મિશ્રાએ ધમકી વાળો વીડિયો હટાવી દીધો અને પોતાના વ્યવહાર માટે માફી પણ માગી.

આ મામલામાં મહિયા આયોગની સાથે ઘણા લોકોએ પોલીસને યૂટ્યૂબર શુભમ મિશ્રા પર કાર્યવાહી કરવાની માગ કરી હતી. મિશ્રાએ ખુલેઆમ મહિલા કોમેડિયન પર અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. કોમેડિયન કુણાલ કામરાએ વીડિયો પોસ્ટ કરતા લખ્યું હતું કે, મહિલા આયોગ શું તમને આ વીડિયો પરેશાન નથી કરી રહ્યો, એક વ્યક્તિ મહિલાનું રેપ કરવાની ધમકી આપી છે. તે પણ ત્યારે જ્યારે મહિલાએ પોતાની ભૂલ અંગે ક્ષમા પણ માગી લીધી છે.

તમને જણાવી દઈએ કે, અગ્રિમા જોશુઆએ પોતાના એક વીડિયોને લઇ માફી માગી હતી, તેના આધારે તેના પર છત્રપતિ શિવાજી મહારાજની મજાક ઉડાવવાનો આરોપ લાગ્યો હતો. શુભમ મિશ્રા ઉપરાંત ઘણાં અન્ય લોકોએ પણ અગ્રિમા સામે નિશાનો સાધ્યો હતો. અગ્રિમા સામે કાર્યવાહી કરવાની માગ લોકોએ કરી હતી. એવામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે 11 જુલાઇએ કહ્યું હતું કે, મામલાની તપાસ માટે સાઇબર ક્રાઇમ અને પોલીસ કમિશ્વરને આદેશ આપ્યા છે. સૌ કોઇ શાંતિ જાળવે એવી અપીલ કરું છું. તેમણે સાથે કહ્યું કે શિવાજી મહારાજે આપણને મહિલાઓના સન્માનની શિક્ષા આપી છે. જો કોઇ મહિલા વિશે ખોટી ભાષાનો પ્રયોગ કરે છે, તેને ધમકી આપે છે તો તેની સામે કાર્યવાહી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp