તમારી સુંદરતાનું રહસ્ય છૂપાયું છે આ ફળોમાં

PC: amazonaws.com

તમારી સુંદરતા તમારા ખાન-પાન પર ઘણું નિર્ભર કરે છે. જેવું અન્ન તેવું મન કહેવત આજે પણ બરકરાર છે. તમારા પસંદીદા ફળો તમને રોગથી દૂર તો રાખે છે, પરંતુ તેની સાથે તમારા ચહેરા પર પણ ચમક લાવે છે. જો તમે તમારી રોજિંદી લાઈફમાં ફળઓ ખાવાનું શરૂ કરી દેશો તો તમારી સ્કીન હંમેશઆ સુંદર દેખાશે.

કેરીઃ કેરીમાં વિટામીન એ, સી, ઈ, કે, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં છે. કેરીમાં એન્ટીઓક્સિડન્ટ હોવાને લીધે ખરાબ સ્કીનને સુધારવામાં મદદ કરે છે. કેરી સ્કીનને યંગ અને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. વૃદ્ધાવસ્થાને રોકવામાં પણ મદદ કરે છે. કેરીના પલ્પને વાળમાં અને ફેસ પર લાગડી શકાય છે.

લીંબુઃ વિટામીન સી અને મિનરલથી ભરેલા લીંબુ દરેક બ્યૂટી પ્રોડક્ટ્સમાં વપરાય છે. લીંબુને  પાણીમાં ભેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. ઘૂંટણ અને કોણીનો ભાગ કાળો પડી ગયો હોય ત્યાં તમે લીંબુની છાલને ઘસી શકો છો. લીંબુના રસમાં ગુલાબ જળ મિક્સ કરીને હાથ પર લગાડીને હાથને કોમળ બનાવી શકાય છે. વાળ માટે પણ લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે.

પપૈયુંઃ પપૈયામાં વિટામી એ, બી, સી ભરપૂર માત્રામાં છે. પપૈયામાં પપેન નામનું રસાયણ હોવાથી તે સ્કીનના ડેડ સેલને નીકાળી તેને મુલાયમ બનાવે છે. પપૈયાના પલ્પને જુવારના લોટ, દહીં અને મધ સાથે મિક્સ કરીને ફેસ પર લગાવી શકાય છે.

કેળાઃ પોટેશિયમ અને વિટામીન-સીથી ભરપૂર એવું કેળું સ્કીન અને વાળ માટે ઘણું ફાયદેમંદ છે. પોટેશિયમને લીધે તમારી સ્કીન અને વાળ બંને મુલાયમ બને છે. કેળાને મશળીને તેને વાળ અને ફેસ પર લાગડવામાં આવતા તમારી સ્કીન પર ગ્લો આવશે અને વાળ મુલાયમ થશે. વાળની ડ્રાયનેસને દૂર કરવા માટે એક ગ્લિસરીન અથવા મધમાં કેળાને મસળીને માથામાં લગાવી શકાય છે.

સફરજનઃ રોજ એક સફરજન ખાવાથી તમે પોતાને ડોક્ટરોથી દૂર રાખી શકશો. સફરજનમાં વિટામીન-સી, બી-6, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપૂરમાત્રામાં છે. સફરજનમાં પેક્ટિન નામનું રસાયણ હોવાથી તે સેન્સિટીવ સ્કીન માટે ઘણું ફાયદેમંદ છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp