ભારતની પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાલાને ગુગલે આપ્યું સન્માન

PC: google.com

દેશની પ્રથમ મહિવા ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાલાનો આજે 104મો જન્મદિન છે. આ મોકા પર ગુગલે તેના ખાસ અંદાજમાં ડુડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ગુગલે તેમને ફર્સ્ટ લેડી ઓફ ધ લેન્સનું નામ આપીને સન્માન આપ્યું છે.

ગુજરાતના નવસારી જિલ્લામાં 13 ડિસેમ્બર 1913માં પારસી પરિવારમાં જન્મેલા હોમાઈ વ્યારાવાલાએ સૌ પ્રથમ વખત પહેલી ફોટોગ્રાફી પોતાના મિત્ર માનેકશા વ્યારાવાલા પાસેથી શીખી હતી. 1930થી તેમણે ફોટોગ્રાફી ક્ષેત્રમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 2011માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતો. તેમનો પહેલો ફોટો 'બોમ્બે ક્રોનિકલ'માં છાપવામાં આવ્યો હતો.

સબીના ગડીહોકે પોતાના પુસ્તક 'ઈન્ડિયા ઈન ફોકસ કેમેરા ક્રોનિકલ ઓફ હોમાઈ વ્યારાવાલા'માં તેમની ફોટોગ્રાફીની જર્ની અંગે વાત કરવામાં આવી છે. તેમણે નહેરુથી લઈને માઉન્ટબેટન અને દલાઈ લામાનો ભારતમાં પ્રવેશ જેવી અનેક યાદગાર તસ્વીરો ખેંચી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp