આ યુવતીએ કર્યું રાહુલ ગાંધીનું મેકઓવર,જાણો કોણ છે?

PC: googleusercontent.com

કોંગ્રેસની ડિજિટલ ટીમ ગુજરાત ચૂંટણી પૂર્વે મોટાપ્રમાણમાં એક્ટીવ જોવા મળી રહી છે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે હતા ત્યારે તેમની સોશિયલ મીડિયા ટીમ મોદી સરકારને ટારગેટ કરી કહ્યું કે વિકાસ ગાંડો થયો છે. કોંગ્રેસની નવી ડિજિટલ ટીમ મોદી સરકાર વિરુધ્ધ બરાબરની લાગેલી છે. આ ડિજિડલ ટીમમાં તાજેતરમાં જ ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમનાં ચીફ તરીકે દિવ્યા સ્પંદના(રામ્યા)ને નિમણૂંક આપવામાં આવી છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ આઈટી અને સોશિયલ મીડિયા સેલનાં પ્રમુખોને વિસર્જિત કરી દીધા હતા અને નવી ટીમ બનાવી હતી. હવે રાહુલ આ ટીમ સાથે સક્રીય જોવા મળી રહ્યા છે.

જ્યારે રામ્યાએ સોશિયલ મીડિયાને હાથમાં લીધું ત્યારથી કોંગ્રેસનાં સોશિયલ મીડિયામાં ફેરફાર આવ્યા છે. સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી વિશેની માહિતી વાયરલ કરવાની ચેલેન્જ હતી. રામ્યાની ટીમ સમક્ષ સૌથી મોટો પડકાર ટ્રોલ અને વાયરલ કરવાનો હતો.

પાછલા ત્રણ મહિનામાં રામ્યાએ કેટલાક પ્રોફેશનલની ભરતી કરી ટીમને મજબૂત કરી છે. કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમમાં 85 ટકા મેમ્બર યુવતીઓ છે. રામ્યાએ જ્યારે કોંગ્રેસનું ડિજિટલ વોર રૂમ શરૂ કર્યું ત્યારે માત્ર ત્રણ જ મહિલા હતી.

કોણ છે દિવ્યા સ્પંદના?

દિવ્યા દક્ષિણ ભારતનાં રાજ્ય કર્ણાટકની રહીશ છે. તે કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. લોકસભાની પાછલી ચૂંટણીમાં કર્ણાટકમાં પેટાચૂંટણા પરથી જીતી સાંસદ બની હતી. પરંતુ 2014ની ચૂંટણી હારી ગઈ હતી. હાલ તે કોંગ્રેસનું સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન જોઈ રહી છે.

ટવિટર પર કોંગ્રેસનાં નેતાઓને એક્ટીવ કર્યા

કોંગ્રેસના ગણ્યા-ગાંઠયા નેતાઓ જ સોશિયલ મીડિયા પર હતા. કોંગ્રસનાં નેતાઓને સોશિયલ મીડિયાની તાકાતનો પરિચય અન્ના મૂવમેન્ટ અને મોદીનાં લોકસભા પ્રચારથી થઈ ગયો હતો. 2009 સુધીમાં એક માત્ર શશી થરૂર જ સોશિયલ મીડિયા પર હતા. તે વખત થરૂરનાં 6 હજાર ફોલોઅર્સ હતા, આજે 60 લાખ ફોલોઅર્સ છે. કોંગ્રેસ નેતાઓમાં સૌથી વધુ ફોલોઅર્સ થરૂર પાસે છે. જ્યારે વડાપ્રધાન મોદીનાં થરૂર કરતા 6 ગણા વધુ ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp