બાળકોના કારણે ઉનાના ગામની મહિલાએ સરપંચ પદ ગુમાવવું પડ્યું

PC: deccanchronicle.com

ઈંદિરા ગાંધીએ બે બાળકો બસનું સૂત્ર લાવીને મોટા ભાગના લોકોને બે બાળકોના કુટુંબનું જ આયોજન કર્યું છે. પણ ભાજપની સરકારે તેને આગળ વધારીને બે બાળકોથી વધારે હશે એવા લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડી શકે એવો નિયમ બનાવ્યો છે. પંચાયત કાયદામાં એવી જોગવાઈ છે કે બેથી વધારે બાળકો હોય તે ચૂંટણી લડી શકે નહીં. જો લડે તો તેમણે સત્તા ગુમાવવી પડે છે. આ જોગવાઈના કારણે અનેક લોકોએ સત્તા પરથી ઉતરી જવું પડ્યું છે. ઊના પાસેના સમઢીયાળા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને ઉપ સરપંચને ત્યાં બેથી વધારે બાળકો હોવાનું સાબિત થતાં તેમણે નોકરી ગુમાવવી પડી છે.

પંચાયત વિભાગે જણાવ્યું હું કે આ કાર્યવાહી નિયમ અને કાયદા મુજબ થઈ છે. મહિલા સરપંચ હંસા સુખુ ગોહિલને એક બે નહીં પણ ચાર સંતાન છે. તો વળી ઉપસરપંચ જસુભાઈ પરમારને 5 સંતાન છે.

ઉપસરપંચે કબુલાત કરી લીધી છે પણ મહિલા સરપંચ સુનાવણી વખતે ગેરહાજર રહીને કબૂલ ક્યું ન હતું. પણ તેના પતિએ કબૂલ કરી લીધું હતું કે તેમને ત્યાં 4 બાળકોનો અવતાર થયો છે. જોકે ભાજપની વિચારધારા ધરાવતાં આ સરપંચ અને ઉપસરપંચે એક વર્ષ સુધી સત્તાનો સ્વાદ ચાખ્યો હતો પણ એક જાગૃત્ત નાગરિક કાળુ ગોહીલે ફરિયાદ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કાયદાનો ભંગ કર્યો હોવા છતાં તેમને કોઈ સજા ન થઈ. એક વર્ષ સુધી સત્તા ભોગવી હતી તે નફો રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.