પાકિસ્તાનની હાર પર ભડક્યો અખ્તર, સરફરાઝને કહ્યો 'બ્રેનલેસ' કેપ્ટન

PC: twitter.com/shoaib100mph

રવિવારના રોજ વર્લ્ડ કપના મહામુકાબલામાં હંમેશાંની જેમ ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી. પાકિસ્તાનની હારથી પાકિસ્તાનમાં ક્રિકેટ ફેન્સ પાકિસ્તાની ટીમ પર ફીટકાર વરસાવી જ રહ્યા છે, પરંતુ પૂર્વ પાકિસ્તાની ખેલાડી પણ આમાં પાછળ નથી.

પાકિસ્તાનના પૂર્વ સ્ટાર ખેલાડી શોએબ અખ્તરે પાકિસ્તાનના ખેલાડીની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. અખ્તરે પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

શોએબ અખ્તરે કહ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન જે ભૂલ ભારતે કરી તે ભૂલો જ પાકિસ્તાને વર્લ્ડ કપમાં રીપિટ કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ મેચ જીતી અને પાકિસ્તાનને બેટિંગ કરાવી  અને સારી વિકેટ પર પાકિસ્તાને 338 રન બનાવ્યા. રવિવારે પાકિસ્તાને તે જ ભૂલ કરી. ટોસ જીતીને સારી બેટિંગ વિકેટ પર વિરાટ કોહલીને બેટિંગ કરાવી દીધી.

અખ્તરે વધુમાં કહ્યું હતું કે, એમાં કોઇ શંકા નથી કે, તેમની પાસે મોટા બેટ્સમેન છે, જે ઘણા રન બનાવે છે. તેણે સરફરાઝ અંગે કહ્યું હતું કે, મને ખબર નથી પડી રહી કે કોઇ એટલો બ્રેનલેસ કેપ્ટન કેવી રીતે હોય શકે. તેને એટલો પણ વિચાર ન આવ્યો કે આપણે લક્ષ્યનો પીછો સારો નથી કરતા. તેને ખબર હોવી જોઈએ કે પાકિસ્તાનનો મજબૂત પક્ષ બેટિંગ નહીં બોલિંગ છે.

અખ્તરે કહ્યું હતું કે, જ્યારે આપણે ટોસ જીત્યા હતા, ત્યારે જ આપણે અડધી મેચ જીતી ગયા હતા. પરંતુ તમે મેચ ન જીતવાની કોશિશ કરી. આ બ્રેનલેસ કેપ્ટનશીપ હતી અને બ્રેનલેસ મેનેજમેન્ટ હતું. કોઇ વિચાર-સમજણ નહોતું. મેચમાં ટોસનું મહત્ત્વ હતું.

શોએબે કહ્યું હતું કે, જો પહેલા બેટિંગ દરમિયાન પાકિસ્તાન 260 રન પણ બનાવી લેત તો મેચ જીતવામાં સફળ રહી શકે તેમ હતા, કારણ કે જરૂરી રનરેટનું પ્રેશર હોય છે. પરંતુ સરફરાઝને આ કોણ સમજાવે? સમજ પડતી નથી. આખો ઇતિહાસ ઉઠાવીને જોઇ લો, રનોનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન હારી ગયું. હું ઇચ્છતો હતો કે, આમાં થોડો ઇમરાન ખાનને નાખી દઉં, પરંતુ બહુ મોડું થઇ ચૂક્યું હતું.

તેણે પાકિસ્તાની બોલિંગ પર પણ ઍટેક કર્યો હતો અને કહ્યું હતું કે, હસન અલી વાઘા બોર્ડર પર છલાંગ મારે છે. તેને મેચ દરમિયાન આવું કરવું જોઇતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp