સેમિફાઇનલમાં નંબર 4 પર બેટિંગ કરવા માગતો હતો વિરાટ કોહલી પણ..

PC: tosshub.com

ન્યૂઝીલેન્ડ સામે સેમી ફાઇનલમાં હાર પછી ભારતીય ટીમ હારનું કારણ શોધી રહી છે. આ દરમિયાન એવા પણ અહેવાલ વહેતા થયા છે કે રોહિત શર્માના આઉટ થવા પર તેઓ ઇચ્છતા હતા કે ત્રીજા નંબર પર હાર્દિક કે પંતને મોકલવામાં આવે અને પોતે ચોથા નંબર પર ઉતરે.

આખા વર્લ્ડ કપમાં દરમિયાન વિરાટ કોહલી માટે ચોથા નંબર પર બેટ્સમેનની ચિંતા કરતો રહ્યો પરંતુ આ નંબર પર એક પણ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. ટીમની આ નબળી કડીને સેમી ફાઇનલમાં વિરાટ કોહલીએ પોતે આ નંબર પર ઉતારવાનું નક્કી કર્યું હતું પરંતુ ટીમ મેનેજમેન્ટ તેમની સાથે સહમત ન થયું અને તેમને પોતાના નંબર પર જ આવવું પડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીએ કોચ રવિ શાસ્ત્રી અને સહાયક કોચ સંજય બાંગર અને ધોની સાથે ચર્ચા કરી હતી પણ તે માન્ય રાખવામાં આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે 9 જુલાઇના રોજ રમાયેલી આ વરસાદથી પ્રભાવિત સેમી ફાઇનલમાં ભારતની ટીમને 10 જુલાઇએ 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની હાર બાદ બેટિંગ ક્રમ પર સવાલો ઉભાં થઇ રહ્યા છે. જાણકારો મુજબ, ટીમે બેટિંગ ક્રમમાં આટલાં ફેરફારો કરવાની જરૂર ન હતી. ધોની પહેલા કાર્તિક અને હાર્દિકને ઉતારવના નિર્ણય પર પણ પૂર્વ ક્રિકેટરોએ સવાલો ઉભાં કર્યા છે. સુનિલ ગાવસ્કરે પણ કહ્યું છે કે ધોનીને ઉપર મોકલવાની જરૂર હતી. વિરાટ કોહલીએ બેટિંગમાં પોતાને નીચે કરવાની વાત કરી પરંતુ ટીમ મેનેજમેન્ટને તે યોગ્ય લાગ્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp