વાયુ વાવાઝોડાને કારણે ચીને માગી ભારતની મદદ

PC: twitter.com/indiametdept

બે દિવસમાં આવી રહેલા વાયુ વાવાઝોડાના પ્રભાવથી બચવા માટે 10 ચીનના જહાજોએ ભારત પાસે શરણ માગી છે. આ જહાજોને મહારાષ્ટ્રના રત્નાગીરી પોર્ટ પર શરણ આપવામાં આવી છે. ભારતીય તટરક્ષક મહાનિરીક્ષક કે.આર.સુરેશે જણાવ્યું હતું કે, ભારતીય તટરક્ષક બળે તેમને સુરક્ષા ઘેરા અંતર્ગત ત્યાં રહેવાની પરવાનગી આપી છે.

બીજી બાજુ વાયુ વાવાઝોડાને કારણે ભારતમાં પણ વિમાનોને સંચાલનમાં મુશ્કેલી પડી રહી છે. ભારતીય વાયુસેનાનું એક વિમાન નવી દિલ્હીથી વિજયવાડા જઇ રહ્યું હતું. આ વિમાનમાં NDRFના 160 કર્મચારાઓને લઇને જઇ રહ્યું હતું. NDRF ગુજરાતમાં વાયુ વાવાઝોડાને કારણે લોકોની મદદ માટે જઇ રહ્યા હતા.

મૌસમ વિભાગના રિપોર્ટ મુજબ અરબ સાગરમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે, એવામાં વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે 13 જૂનના રોજ ટકરાય શકે છે. આગામી 24 કલાકમાં વાયુ વાવાઝોડું વધુ ઝડપ પકડી શકે છે. વાયુ વાવાઝોડું ગુજરાતમાં વેરાવળ પાસે ટકરાય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp