આ દેશે પાકિસ્તાનના નાગરિકોને વીઝા આપવાનું બંધ કર્યું

PC: Royal-Flags.co.uk

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં કૂટનીતિક વિવાદ વચ્ચે બાંગ્લાદેશ હાઇ કમિશને એક સપ્તાહ માટે પાકિસ્તાની નાગરિકોના વિઝા આપવાં પર રોક લગાવી દીધી છે. એક બાંગ્લાદેશી અધિકારીએ આની જાણકારી આપી હતી.

બાંગ્લાદેશે 1971માં મુક્તિ સંગ્રામના ઘણાં યુદ્ધ અપરાધીઓને ફાંસી આપવાનો 2013માં નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ બંને દેશો વચ્ચે સંબંધ તનાવપૂર્ણ થયાં છે.બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, તમે પાકિસ્તાનના વલણને વિરોધનો સંકેત ગણી શકો છો. રણનીતિક મામલાઓના જાણકાર બ્રમ્હા ચેલાણીએ કહ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં તનાવ પેદા થયો છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે, બાંગ્લાદેશ પાકિસ્તાન પર પોતાની જમીન પર આતંકવાદના પોષણના આરોપ લગાવે છે, બંને પક્ષો વચ્ચે સંબંધો એટલા ખરાબ થઇ ગયા છે કે બાંગ્લાદેશે 2018થી પાકિસ્તાનના નવા હાઇ કમિશનને મંજૂરી નથી આપી. હવે બાંગ્લાદેશ પાકિસ્તાનીઓના વિઝા પર રોક લગાવી દીધી છે.

અધિકારીઓએ પોતાના નામ પર ગોપનીયતા રાખવાના શરત પર જણાવ્યું કે, વિઝા આપનારા પ્રભારી બાંગ્લાદેશી અધિકારી પાકિસ્તાનના આવેદનોને આગળ વધારવાથી બચી રહ્યાં છે કારણ કે પાકિસ્તાની અધિકારીઓએ તેમના સત્તાવાર વિઝા અવધિને આગળ વધારવાના આવેદનોને પાછલા ચાર મહિનાથી અટકાવી રાખ્યાં છે.ઉલ્લેખનીય છે કે ઢાકામાં પાકિસ્તાની હાઇ કમિશન બાંગ્લાદેશ હાઇકમિશનના પ્રેસ અને વિઝા મામલાઓના કાઉન્સિલર ઇકબાલ હુસૈનના પરિવારના સભ્યોના વિઝા આવેદનને આગળ વધારી નથી રહ્યું. તેના કારણે હુસૈન પોતાના પરિવારને મળી શકતાં નથી.બાંગ્લાદેશે સામો વાર કરતા પાકિસ્તાનના ઢાકા સ્થિત હાઇ કમિશનર તરીકે સકલેન સૈયદાહની ઉમેદવારી સ્વીકાર કરવાથી ઇનકાર કરી દીધો હતો.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp