ભારતમાં હવાના સિન્ડ્રોમનો શિકાર થયો CIA સભ્ય, શું ચીફ બર્ન્સ માટે છે ચેતવણી?

PC: ft.com

અમેરિકી ગુપ્ત એજન્સી CIAના ડિરેક્ટર બિલ બર્ન્સે આ મહિને ભારતનો પ્રવાસ કર્યો હતો. તેમની ટીમના એક સભ્યમાં સતત હવાના સિન્ડ્રોમના લક્ષણ જોવા મળ્યા હતા. હાલત ખરાબ થયા બાદ તેની સારવાર પણ કરવામાં આવી. CIAના કેટલાક અધિકારિઓનું માનવું છે કે, આ ઘટના દ્વારા બર્ન્સને એ સીધો સંદેશ આપવામાં આવ્યો કે કોઈ પણ સુરક્ષિત નથી. પછી તે અમેરિકી ગુપ્ત એજન્સીના અધિકારી જ કેમ ન હોય. CNNના રિપોર્ટ મુજબ, એક મહિનાની અંદર એવું બીજી વખત થયું છે જ્યારે બાઈડેન પ્રશાસનના અધિકારીઓનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ રહસ્યમય બીમારીથી પ્રભાવિત થયો છે.

ગત મહિને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વિયતનામ પ્રવાસને એટલે થોડા સમય માટે ટાળી દેવામાં આવ્યો હતો કેમ કે અમેરિકાના ઘણા અધિકારીઓ પ્રવાસ પહેલા હવાના સિન્ડ્રોમનો શિકાર થઈ ગયા હતા. CNNના રિપોર્ટ મુજબ, બર્ન્સ અને ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ અવરિલ હેનેસના નેતૃત્ત્વમાં હવાના સિન્ડ્રોમના આ રહસ્યમય હુમલાની ઘણી તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન CIAના પ્રવક્તાએ આ ઘટનાઓ અને અધિકારીઓ પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

CIAના એક અધિકારીએ CNNને કહ્યું કે, જ્યારે કોઈને એવી પરેશાની થાય છે તો તેની સારવાર કરાવવામાં આવે છે. અમે પોતાના અધિકારીઓની સુરક્ષા માટે કામ કરીએ છીએ. CIAના એક પ્રવક્તાએ કહ્યું કે અમે વિશિષ્ટ ઘટનાઓને રિપોર્ટ કરીએ છીએ જેમાં ઉચિત ચિકિત્સા સારવાર પ્રાપ્ત કરવું સામેલ છે તો અમારી પાસે પ્રોટોકોલ છે. અમે પોતાના અધિકારીઓની સુરક્ષા માટે દરેક સંભવ પ્રયાસ કરતા રહીશું.

ભારતમાં CIAના ડિરેક્ટરની ટીમ પર રહસ્યમય હુમલાની નાટકીય અસર પડી શકે છે. CIA ડિરેક્ટરનો પ્રવાસ પહેલાથી ખૂબ ગોપનીય હતો અને તેમની સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામાં આવી હતી. એ છતા પણ તેમની ટીમના સભ્ય પર રહસ્યમય હુમલો થવો ઘણા સવાલ ઊભા કરે છે. તેનાથી એ જાણવા મળે છે કે આ હુમલાને અંજામ આપનારા CIA ડિરેક્ટરના પ્રવાસથી પરિચિત હતા.

શું છે હવાના સિન્ડ્રોમ?

વર્ષ 2016માં ક્યૂબમાં અમેરિકી દૂતાવાસના અધિકારીઓએ ફરિયાદ કરી હતી કે તેમને ઉલ્ટી, નાકમાંથી લોહી અને બેચેની થઈ રહી છે. આ ઘટના બાદ તેને હવાના સિન્ડ્રોમ કહેવામાં આવવા લાગ્યું. કહેવામાં આવે છે કે અમેરિકી અધિકારીઓ વિરુદ્ધ છુપાઈને સોનિક વેપનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકી અધિકારીઓએ આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ ચીન અને રશિયામાં પણ કરી છે. તેમણે કહ્યું કે દૂતાવાસની ઇમારતની કેટલીક રૂમમાં તેમણે પરેશાનીનો સામનો કરવો પડ્યો.

એક રિપોર્ટ મુજબ, આ હુમલાની જ્યારે CIAએ મોબાઈલ ફોન લોકેશનના આધાર પર તપાસ કરી તો એ જ શહેરમાં કેટલાક રશિયન એજન્ટો ઉપસ્થિત હોવાની જાણકારી મળી હતી. જે માઇક્રોવેબ વેપન કાર્યક્રમ પર કામ કરી ચૂક્યા છે. એક ન્યૂઝના રિપોર્ટ મુજબ, વર્ષ 2018માં અમેરિકી અધિકારિઓનું માનવું હતું કે વિદેશોમાં અમેરિકી રાજદૂતો અને ગુપ્ત એજન્સીઓ CIAના અધિકારીઓ પર જાણીજોઈને હુમલા પાછળ રશિયન પ્રમુખ શંકાસ્પદ છે. જોકે હાલના રિપોર્ટમાં એવું કશું જ નિર્ણાયક નીકળીને સામે આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp