કિસ કરતા પકડાયેલા કપલને જાહેરમાં માર્યા 21 કોરડા, આ દેશમાં મળી સખત સજા

PC: punjabkesari.com

ઈન્ડોનેશિયાથી ફરી એકવાર હેરાન કરનારા સમાચાર આવી રહ્યા છે જ્યાં યુવાનો માટે ખૂબ જ કડક નિયમો છે. અહીં 23 વર્ષીય રો અને 24 વર્ષીય Mને બધાની સામે ક્રૂરતાપૂર્વક કોરડા મારવાની સજા આપવામાં આવી છે. તેમનો ગુનો માત્ર એટલો જ છે કે, આ કપલ પાર્કિંગમાં આવેલી કારમાં એકબીજાને કિસ કરી રહ્યું હતું. અધિકારીઓએ તેમને જોઈ લીધા અને પછી તેમને આ સખત સજા આપવામાં આવી. ઈન્ડોનેશિયામાં અપરિણીત યુવક-યુવતિઓને સાથે કિસ કરવા અને સેક્સ માણવા પર આવી આકરી સજાનો નિયમ છે.

બંનેને બધાની સામે 21-21 વાર કોરડા મારવામાં આવ્યા હતા. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે તેને સુમાત્રા ટાપુ પર બસ્તનુલ સલાટિન કમ્પાઉન્ડમાં જે સમયે તેમને કોરડા મારવામાં આવી રહ્યા હતા ત્યારે આસપાસના લોકો તેને જોઈ રહ્યા હતા. ભયાનક રીતે, હ્રદયસ્પર્શી સજા જાહેરમાં કરવામાં આવી હતી. માર મારતી વખતે, યુવતી દર્દથી બૂમો પાડીને જમીન પર પડી અને બેહોશ થઈ ગઈ. ઘટનાસ્થળની જે તસવીરો સામે આવી છે તેમાં પોલીસ અધિકારીઓ સમગ્ર ઘટનાની તસવીરો લઈ રહેલા નિરીક્ષકો સાથે વાત કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ માઈક્રોફોન દ્વારા તેમની સાથે વાત કરતા જોવા મળે છે.

મહિલા અને પુરુષને અલગ-અલગ રૂમમાં લઈ જવામાં આવતા જોવા મળ્યા હતા. અહીં તેમને બધાની સામે કોરડા મારવામાં આવ્યા હતા. પહેલા આ કપલને 25 કોરડા મારવાના હતા પરંતુ 21 પછી તેમને છોડી દેવામાં આવ્યા. બાંદા આચે પ્રાંતના ફરિયાદી કાર્યાલયે જણાવ્યું હતું કે, બંનેએ જિનાયત કાયદા (ઇસ્લામિક ક્રિમિનલ લો) પરના 2014ના આચે કાયદાની કલમ 6ની કલમ 25, ફકરા (1)નું ઉલ્લંઘન કર્યું છે, જે પ્રામાણિક ફરજ સાથે વ્યવહાર કરે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ કપલ સુમાત્રાના બાંદા આચે શહેરના ઉલે લી હાર્બર વિસ્તારમાં જોવા મળ્યું હતું.

એક પોલીસ અધિકારીએ વાહનની તપાસ કરતા પહેલા એક કારને હલતી જોઈ હતી અને તેની નજીક પહોંચતા જ એક કપલને ચુંબન કરતા જોયુ. રોને આચે બેસારની લ્હોકંગા જેલમાં રાખવામાં આવી હતી, જ્યારે Mને કાઝુ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. ઇન્ડોનેશિયા એ મુખ્યત્વે મુસ્લિમ દેશ છે, જેમાં 90% વસ્તી ઇસ્લામનું પાલન કરે છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, એવું નથી કે ઈન્ડોનેશિયામાં દરેક જગ્યાએ આ કાયદો પ્રવર્તે છે, પરંતુ 34 રાજ્યોમાંથી માત્ર અડધા એવા રાજ્યો છે જ્યાં શરિયા કાયદો અપનાવવામાં આવ્યો છે. આ કારણે જો કોઈ વ્યક્તિ આ અવસ્થામાં વ્યભિચાર, પ્રી-મેરિટલ સેક્સ કે દારૂ પીતા પકડાય છે તો તેને પણ આ જ સજા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp