સાવચેત રહેજોઃ કેનેડામાં 700 ભારતીય વિદ્યાર્થીઓ પર લટકી રહી છે ડિપોર્ટેશનની તલવાર

PC: indiatoday.in

કેનેડામાં સેંકડો ભારતીય વિદ્યાર્થી સંકટમાં ફસાયા છે. આ વિદ્યાર્થીઓ પર કેનેડાથી ડીપોર્ટેશનની તલવાર લટકી રહી છે. એવામાં આ વિદ્યાર્થી વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમા મોટાભાગના વિદ્યાર્થી પંજાબના છે. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, કેનેડાની અધિકારીઓએ તેમના પર કેનેડાની યુનિવર્સિટીઓ માટે નકલી એડમિશન લેટરના આધાર પર વિઝા મેળવવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે, કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)એ હાલમાં જ આશરે 700 ભારતીય વિદ્યાર્થીઓને ડીપોર્ટેશન લેટર આપ્યા છે. લેટર ત્યારે જાહેર કરવામાં આવ્યો જ્યારે CBSAને જણાયુ કે વિદ્યાર્થીઓના એડમિશન કોલ લેટર નકલી છે.

વિરોધ કરનારા ઘણા વિદ્યાર્થીઓનો દાવો છે કે, તેઓ 2018માં કેનેડા પહોંચ્યા હતા પરંતુ, નકલી એડમિશન લેટર હવે સામે આવ્યા, પાંચ વર્ષ બાદ, જ્યારે તેમણે પરમેનન્ટ નિવાસ માટે અરજી કરી. મીડિયા સાથે વાતચીતમાં એક પ્રદર્શનકારી વિદ્યાર્થી ચમનદીપ સિંહે કહ્યું, જ્યારે અમે કેનેડા પહોંચ્યા, તો અમારા એજન્ટે અમને જણાવ્યું કે જે કોલેજો માટે અમને એડમિશન લેટર મળ્યા હતા, તેમા સીટો ભરાયેલી હતી. તેમણે અમને જણાવ્યું કે, યુનિવર્સિટીઝમાં ઓવર બુકિંગ થઈ રહ્યું છે આથી, અમે તમને બીજી કોલજમાં શિફ્ટ કરી શકીએ છીએ. અમે તક ગુમાવવા માંગતા ન હતા આથી, સહમત થઈ ગયા.

તેણે કહ્યું, અમે કોલેજ બદલી અને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ, ત્રણ-ચાર વર્ષ બાદ, અમને CBSA દ્વારા જણાવવામાં આવ્યું કે જે એડમિશન લેટરના આધાર પર અમને વિઝા મળ્ય હતા, તે નકલી હતા.

એક અન્ય પ્રદર્શનકારી વિદ્યાર્થી લવપ્રીત સિંહે દાવો કર્યો કે, ડીપોર્ટેશનના ડરથી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે, જેના પરિણામસ્વરૂપ ઘણા લોકો આત્મહત્યા કરવા અંગે પણ વિચાર કરી રહ્યા છે. તેણે કહ્યું, અમે ભારત સરકારને કેનેડાની સરકાર સામે આ મુદ્દાને ઉઠાવવાનો અનુરોધ કરીએ છીએ. અમે નિર્દોષ છીએ અને અમારી સાથે ઘોટાળો કરવામાં આવ્યો છે. અમારું જીવન દાંવ પર છે, ઘણા લોકો તેના કારણે આત્મહત્યા કરી શકે છે. 700 એક અનુમાન છે, પ્રભાવિત વિદ્યાર્થીઓની વાસ્તવિક સંખ્યા તેના કરતા ઘણી વધુ છે. ઘણા પીડિત ચૂપ છે અને આગળ નથી આવી રહ્યા. મને 30 જૂન માટે ડીપોર્ટેશનની નોટિસ મળી છે. અમે કેનેડા આવવા માટે પોતાની જીવનભરની બચત લગાવી દીધી અને હવે અમને પાછા જવા માટે કહેવામાં આવ્યું છે.

મીડિયા સાથે વાત કરતા, પંજાબના એનઆરઆઈ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે છેતરપિંડીને હાલના ઇતિહાસમાં સૌથી મોટા ઘોટાળા પૈકી એક કહ્યો છે. ધાલીવાલે કહ્યું, વિદ્યાર્થીઓએ કેનેડા જવા માટે ઘણા પૈસા ખર્ચ કર્યા છે. કેટલાક પરિવારોએ પોતાના બાળકોને વિદેશ મોકલવા માટે પોતાની જમીન પણ વેચી દીધી.

 

View this post on Instagram

A post shared by Parvasi Media (@parvasimedia)

પંજાબ એનઆરઆઈ મામલાના મંત્રીએ વિદેશ મંત્રી એસ. જયશંકરને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ધાલીવાલે કહ્યું, આ (700) વિદ્યાર્થી નિર્દોષ છે અને તેમને ઠગ ટોળકી દ્વારા છેતરવામાં આવ્યા છે. હું ખૂબ જ આભારી રહીશ જો તમે (જયશંકર) ફરીથી આ મામલાને વ્યક્તિગતરૂપે જોશે અને મામલાને કેનેડાના ઉચ્ચાયોગ અને કેનેડા સરકાર સહિત સંબંધિત એજન્સીઓની સાથે ઉઠાવશે, જેથી આ વિદ્યાર્થીઓને નિર્વાસિત થવાથી બચાવી શકાય.

આ મુદ્દો કેનેડાની સંસદ સુધી પહોંચી ગયો, જ્યાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહે વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને પૂછ્યું કે, શું તેઓ આ વિદ્યાર્થીઓના ડીપોર્ટેશન પર પ્રતિબંધ લગાવશે? વડાપ્રધાન ટ્રૂડોએ જવામાં કહ્યું, અમારું ધ્યાન પીડિતોને દંડિત કરવા પર નહીં પરંતુ, દોષીઓની ઓળખ કરવા પર છે. અમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા અમારા દેશમાં લાવવામાં આવનારા અપાર યોગદાનને ઓળખીએ છીએ. પંજાબ સરકાર પણ આ મામલામાં હસ્તક્ષેપ માટે કેન્દ્ર પાસે પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp