PM મોદીની સલામતી માટે આ દેશની સરકારે ગુજરાતી પાસે મિસાઇલ પ્રુફ કાર માંગી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના પ્રવાસે છે અને નાનકડા દેશ બ્રુનેઇ પણ ગયા છે. PM મોદીની સુરક્ષા માટે એક મિસાઇલ પ્રુફ કારની જરૂરિયાત હતી તો સરકારે બ્રુનેઇમાં રહેતા એક ગુજરાતી પાસે આ કાર માંગી હતી અને આ કારને PMના કાફલામાં સામેલ કરવામાં આવી હતી.
બ્રુનેઇના 29મા સુલતાન હાજી હસન બોલ્કિયાએ આ કાર માંગી હતી. એવું નથી કે સુલતાન પાસે કાર નથી. તેમની પાસે 300 ફરારી કાર અને 500 રોલ્ય રોયસ કાર છે. આમા તેમની પાસે 2 બુલેટ પ્રુફ કાર પણ છે, પરંતુ મિસાઇલ પ્રુફ કાર નથી.
બ્રુનેઇમાં રહેતા અને મૂળ ગુજરાતના મહેસાણાના અંકિત પટેલે પોતાની મર્સિડિઝ 4 મેટિક S 580 સુલતાનને આપી હતી. આ કાર તેમણે 5 કરોડમાં જર્મનીથી ખરીદી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp