આ મહિલા સાથે એવી ઘટના બની કે કંપનીએ આપવા પડ્યા 292 કરોડ

PC: skynews.com

મેગન બ્રાઉન નામની એક મહિલા અમેરિકન કંપની જેપી મોર્ગનની પૂર્વ કર્મચારી હતી. જેને વળતર તરીકે 292 કરોડ રૂપિયા મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2015માં મહિલા ઉપર કાચનો દરવાજો તૂટીને પડી ગયો હતો. ઘટનાનો CCTV વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યૂયોર્ક પોર્ટના રિપોર્ટ મુજબ, 36 વર્ષીય મેગન બ્રાઉન નામની મહિલા ફિઝિકલ થેરેપી માટે ગઈ હતી. જ્યાં તેના પર સાઢા સાત ફૂટનો કાચનો દરવાજો તૂટીને પડી ગયો હતો.

જેના CCTV ફૂટેજ જોઈને લાગે છે કે દરવાજો પોતાની જાતે જ ફાટી જેવો ગયો હતો. મેગન એ સમયે ત્યાંથી પસાર થઈ રહી હતી, તેને મગજમાં ઇજા પણ થઈ અને તેની અંગત જિંદગી પર અસર પડી. ત્યારબાદ તે ઘટનાને લઈને કોર્ટ પહોંચી. જૂરીએ ઘટનાનો CCTV વીડિયો જોઈને મહિલાને 35 મિલિયન ડોલરનું વળતર આપવાનો નિર્ણય લીધો, પરંતુ તેને રૂપિયામાં બદલીએ તો 291.95 કરોડ રૂપિયા થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ, મેગને મેનહેટન કોર્ટને જણાવ્યું કે, તેને યાદ છે કે ચારેય તરફ લોબીમાં કાચ જ કાચ હતા. આ ઘટના અમેરિકન 271 મેડિસન એવમાં થઈ.

તેમા તેને મગજમાં ઇજા થઈ અને તેનું બેન્કિંગ કરિયર તેના કારણે પ્રભાવિત થયું. તેની નોકરી પણ જતી રહી. તેણે કોર્ટને પણ એ જણાવ્યું કે, ઘટના બાદ તેને પોતાના મગજ પર પણ ભરોસો ન રહ્યો. કોર્ટની જૂરીએ મેડિસન કંપનીની બેદરકારી માની અને મેગનના હક્કમાં નિર્ણય આપ્યો. મહિલાએ કોર્ટમાં એ પણ જણાવ્યું કે, તેના કારણે તેને PTSD પણ થઈ ગઈ. તેની મેમોરી અને ફોકસ પર પણ અસર પડી. સાથે જ પોતાની મદદ માટે તેને એક કૂતરો પણ રાખવો પડ્યો. જે ક્યાંક આવવા જવા વગેરેમાં પણ તેની મદદ કરે છે.

તેણે કોર્ટમાં જણાવ્યું હતું કે, ઇજા સારી થયા બાદ તે કામ પર ફરી, પરંતુ તેનું પ્રદર્શન પહેલા જેવુ રહ્યું નહોતું. 2021માં કંપનીએ તેની પાસેથી નીકરી છીનવી લીધી. જવાબમાં ઇમારત માલિકના વકીલ થોમસ સોફિલ્ડે તર્ક આપ્યો કે આ ઘટના એક અજીબ દુર્ઘટના હતી અને તેને રોકી શકાતી નહોતી. તેમણે બ્રાઉનની ઇજાની ગંભીરતા પર સવાલ ઉઠાવ્યો અને તેના પર વળતર લેવાના ખોટા લક્ષણ ઘડવાના આરોપ લગાવ્યા, પરંતુ કોર્ટે તેનો પક્ષ નકારી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp