G20 નેતાઓના ગ્રુપ ફોટોમાંથી કેવી રીતે ગાયબ થયા જો બાઇડેન? US સુધી હંગામો મચ્યો
રિયો ડી જનેરિયોમાં G-20નો 'ફેમિલી ફોટો' લેતી વખતે મામલો ત્યારે ખૂબ વિચિત્ર બની ગયો, જ્યારે જાણવા મળ્યું કે, US રાષ્ટ્રપતિ જો બાઇડેન તેમાંથી ગાયબ છે. એટલું જ નહીં, કેનેડાના PM જસ્ટિન ટ્રુડો અને ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની પણ વિશ્વ નેતાઓની આ લાઇનઅપમાંથી ગાયબ હતા. આ ફોટો જોઈને અમેરિકામાં બેઠેલા અધિકારીઓ પણ ચિંતિત થઈ ગયા કે, એવું તો શું થયું કે, સમિટના ગ્રુપ ફોટોમાં રાષ્ટ્રપતિ નથી. ત્યાર પછી સમગ્ર મામલાની સત્યતા સામે આવી હતી.
G20 નેતાઓનું એક જૂથ રિયોના પ્રખ્યાત સુગરલોફ માઉન્ટેન અને સ્વચ્છ વાદળી આકાશની પૃષ્ઠભૂમિ સામે તેમના 'ફેમિલી ફોટો' માટે એકત્ર થયા હતા. જેમાં PM મોદી આગળની હરોળની બરાબર વચ્ચે ઉભા રહેલા જોવા મળ્યા હતા. તુર્કી અને બ્રાઝિલ સહિત વિવિધ દેશોના વડાઓ તેમની સાથે હતા. G20 નેતાઓના આ સંપૂર્ણ ફેમિલી ફોટોમાં એક જ સમસ્યા હતી, તે હતી US પ્રમુખ જો બાઇડેનની ગેરહાજરી. મામલો ત્યારે વધુ વિચિત્ર બન્યો, જ્યારે આ ફોટોમાંથી કેનેડાના PM જસ્ટિન ટ્રુડો અને ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની પણ ગાયબ હોવાનું બહાર આવ્યું.
કેટલાક લોકોએ આને આ નેતાઓની નારાજગી અને વિરોધનું કારણ માન્યું હતું, પરંતુ ત્યાર પછી એક અમેરિકન અધિકારીએ લોજિસ્ટિક્સના મુદ્દાઓને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે, ફેમિલી ફોટો ઉતાવળમાં લઇ લેવામાં આવ્યો હતો અને ત્યાં સુધી જો બાઇડેન ત્યાં પહોંચી જ નહોતા શક્યા.
બાઇડેનની ગેરહાજરી પુતિન સાથે જોડાયેલી હોવાનું જોવામાં આવ્યું હતું, તો ક્યાંક મોડે સુધી ચાલેલી દ્વિપક્ષીય બેઠકોને કારણે થયેલા વિલંબને પણ કારણ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી ખબર પડી કે, આ માટે લોજિસ્ટિકલ કારણો જ જવાબદાર હતા, જેના કારણે તમામ નેતાઓ સમયસર ફોટો માટે પહોંચી શક્યા ન હતા. શું આ ઘટનાએ સમિટમાં વિશ્વના નેતાઓમાં એકતાનો અભાવ છતો કર્યો છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
જ્યારે બ્રાઝિલના આયોજકોનું કહેવું છે કે, બાઇડેન અને અન્ય લોકો મોડા આવ્યા, જેના કારણે તેઓ આ ફેમિલી ફોટોમાં સામેલ થઈ શક્યા નહીં. તેઓ તમામ નેતાઓને ફરી એકસાથે લાવવાનો પ્રયાસ કરશે, જો આવું થશે તો G-20ના ઈતિહાસમાં પહેલીવાર થશે.
ચાલો કઈ નહીં, આ ફોટો બતાવે છે કે, શિખર પર દરેકને એક જ પેજ પર લાવવું કેટલું મુશ્કેલભર્યું રહ્યું હતું.
આ ત્રણેય નેતાઓની ગેરહાજરીએ અમને પણ અલગ દિશામાં વિચારવા મજબૂર કરી દીધા હતા કે, શું આ ત્રણેય નેતાઓને ઈરાદાપૂર્વક ફોટોમાં સામેલ થયા નથી. કારણ કે બાઇડેન હવે માત્ર 2 મહિના માટે જ વ્હાઇટ હાઉસમાં છે, ત્યાર પછી ટ્રમ્પ રાજગાદી સંભાળશે. જ્યારે, ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રોનને પણ મતદારોએ પરાજય આપ્યો છે અને જર્મનીના ઓલાફ સ્કોલ્ઝ પણ ટૂંક સમયમાં ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છે અને શક્યતા છે કે તેઓ સત્તા પરથી હટી પણ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp