શેખ હસીના પાસે કેટલી છે સંપત્તિ? બાંગ્લાદેશમાં આલીશાન ઘર સિવાય વેકેશન...
લગભગ મહિના અગાઉ જ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ઘર પર કામ કરનાર પટાવાળા જહાંગીર આલમ પાસે કથિત 284 કરોડ રૂપિયાની સંપત્તિનો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન આરોપી અમેરિકા ભાગી ગયો. હવે એ વાત પણ ઉઠી રહી છે કે જે લીડરના નોકર પાસે એટલી સંપત્તિ હતી, એ પોતે ધનવાન છે? દેશ છોડ્યા બાદ તેમની વાર્ષિક કમાણીનું કયું કયું માધ્યમ બાકી રહ્યું છે? ચૂંટણીમાં ભાગ લેતી વખત ઘોષણાપત્રમાં હસીનાએ જે દાવો કર્યો એ મુજબ તેમના નેટવર્થ લગભગ 3.14 કરોડ રૂપિયા છે. આમ બાંગ્લાદેશમાં ટકા મુદ્રા ચાલે છે, જેમાં આ રકમ 4.36 કરોડ થઈ જાય છે.
એફિડેવિટ મુજબ હસીનાની મોટા ભાગની આવકનો સ્ત્રોત ખેતીવાડી છે. તેમની પાસે દેશમાં 6 એકર જમીન અને મત્સ્ય પાલનની જગ્યા છે. તેનાથી થનારી આવક દર ચૂંટણીમાં વધી રહી છે. એ સિવાય બાંગ્લાદેશની આ પૂર્વ વડાપ્રધાનને વાર્ષિક લગભગ 10 લાખ રૂપિયા મળી રહ્યા છે. હવે આ સેલેરી પર રોક લાગી જશે, પરંતુ એ તેમના નેટવર્થનો ખૂબ નાનો હિસ્સો છે. વાહનોની વાત કરીએ તો હસીનાને એક કાર ગિફ્ટમાં મળી છે. એ સિવાય તેમની પાસે 2 કાર પણ છે. જેની કિંમત લગભગ 40 લાખ ટકા છે. ગિફ્ટમાં મળેલી ગાડીની કિંમત તેમાં સામેલ નથી.
શેખ હસીના પાસે પણ દેશ અને બહાર ખૂબ પ્રોપર્ટી છે. અલગ અલગ રિપોર્ટ્સ મુજબ હસીના પાસે રિયલ એસ્ટેટની કિંમત 18 બિલિયન ડોલરથી થોડી વધારે હશે, જેમાં બાંગ્લાદેશ જ નહીં, સિંગાપુર અને દુબઈમાં પણ જમીનો અને ઘર છે. ઢાકામાં જે ઇમરાતને લૂંટવામાં આવી, તેની કિંમત 3 બિલિયન ડોલરની આસપાસ છે. વડાપ્રધાનના પોતાના કાર્યકાળ દરમિયાન પણ તેઓ અહી જ રહેતા હતા, તેના બદલામાં તેમને 1 લાખ ટકા હાઉસ અલાઉન્સ મળતું હતું.
ચટગાંવમાં 2 વર્ષ અગાઉ હસીનાની બહેનના નામ પર દોઢ મિલિયન ડોલરનું એક ભવન લેવામાં આવ્યું. સિલહટમાં એક ફેમિલી હાઉસ છે, જેની બજાર કિંમત 1 બિલિયન હશે. કોક્સ બજારમાં લગભગ 5 બિલિયન ડૉલરનું વેકેશન હાઉસ પણ છે. એ સિવાય રાજશાહી અને ખૂલનામાં પણ હસીના કે તેમના નજીકનાઓના નામે સંપત્તિ છે. તેમાંથી કેટલીક રેસિડેન્સિયલ તો કેટલીક વ્યાવસાયિક પ્રોપર્ટી છે. તેનું ભાડું જ દર દર વર્ષ વધી જશે જે હસીનની વાર્ષિક આવકનો હિસ્સો હશે.
મીડિયા રિપોર્ય મુજબ સિંગાપુરમાં તેમને સારું રોકાણ કરી રાખ્યું છે. વર્ષ 2009માં આ રોકાણ સતત દેખાતું રહ્યું. આમ તેમાંથી મોટા ભાગની વસ્તુઓ તેમના પરિવારના નામ પર રજિસ્ટર્ડ છે. તો દુબઈમાં પણ તેમના નામે કોમર્શિયલ પ્રોપર્ટી બતાવવામાં આવી રહી છે. લંડનમાં પણ તેમના કોઈ સંબંધીના નામે ખૂબ મોટું ભવન છે, પરંતુ કોઈ પણ રિપોર્ટ આ સંપત્તિઓની પુષ્ટિ કરતો નથી. તેમની મોટા ભાગની આવક ખેતીવાડી અને પશુપાળાંને બતાવવામાં આવી હતી.
વર્ષ 2022માં તેનાથી તેમની લગભગ 78 લાખ રૂપિયાની આવક થઈ હતી. એ પણ આવકનું એ માધ્યમ છે જેનાથી નફો કદાજ ઘટે. પૂર્વ વડાપ્રધાન પાસે લગભગ 7.5 લાખ ટકાના ફર્નિચર પણ છે. હસીનાએ ટેલિકોમ્યુનિકેશન, બેન્કિંગ અને ટેક્સટાઇલ સહિત ઘણી જગ્યાઓ પર રોકાણ થયું છે. ટેક્સટાઇલ આમ પણ બાંગ્લાદેશનો મોટો ઉદ્યોગ છે. આ દેશ પોતાના કપડાઓના નિકાસ માટે પણ જાણીતો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp