પતિએ નારાજ પત્નીને મનાવવા કર્યું કંઈક એવું કે થઈ રહી છે ચર્ચા

PC: dainikbhaskar.com

લગ્નબાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય હોય છે. પતિ-પત્ની વચ્ચેના મીઠા ઝઘડાને કારણે સબંધો મજબૂત બનતા હોય છે. જો કે લંડનના એક શખ્સે પોતાની નારાજ પત્નીને મનાવવા માટે એવું કાર્ય કર્યું જે કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે. જોસ ટેરેસે પોતાની પત્નીને દગો આપ્યો હતો, જેથી તેની પત્ની તેને છોડીને જતી રહી હતી. નારાજ પત્નીને મળવા માટે જોસે અનોખી રીત અપનાવી.

જોસ ટેલરે જણાવ્યું કે, તેણે આ ટેટૂ માત્ર પોતાની પત્નીને મનાવવા માટે જ બનાવ્યું છે. હકિકતમાં જોસ ટેરેસે પોતાની પત્નીને દગો આપ્યો હતો, જે બાદ તે તેનાથી દૂર થઈ ગઈ હતી. આથી પત્નીને પરત મેળવવા માટે તેણે આ નાયાબ તરીકો અપનાવ્યો.

જોસના ટેટૂના ફોટા સોશિયલ મીડિયા પર ટેટૂ આર્ટિસ્ટે શેર કરી છે. જો કે બે શબ્દોમાં સ્પેલિંગમાં ભૂલ થવા પર આર્ટિસ્ટે જણાવ્યું કે, તે બ્રિટીશ મૂળનો નહી હોવાથી, તેનું અંગ્રેજી નબળું છે.

જોસે પોતાના શરીર પર અને પેટ પર બનાવેલા ટેટૂમાં લખ્યું છે કે, હું જોસ ટેરેસ 2 જાન્યુઆરી 2019ના રોજ આ ટેટુ મારી પોતાની મરજીથી બનાવી રહ્યો છું. હું મારી પત્નીને પરત મેળવવા માંગુ છું. આથી મારા કારણે તેને મળેલા દર્દને કારણે હું આ પીડા ભોગવી રહ્યો છું.

આ વ્યકિતએ પોતાની ભૂલનો સ્વીકાર કરતા ટેટૂમાં આગળ લખ્યું છે કે, હું જૂઠ્ઠો છું, દગાબાજ છું. હું સેક્સ વર્કર્સને પસંદ કરુ છું. હું સમ્માનને પાત્ર નથી. આ ટેટૂ વાયરલ થયા બાદ, સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી છે. અમુક લોકોએ જોસને લગ્નનો અંત લાવવાની સલાહ આપી, તો કોઈએ તેની પત્ની પાસે તેને માફ કરવાની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp