ઇમરાનનો લવારો, કહ્યું-બોલિવુડના કારણે પાકિસ્તાનમાં વધી રહ્યું છે યૌન શોષણ

PC: etimg.com

1947માં ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં દેશનું વિભાજન થયું ત્યારથી જ બંને દેશો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ ચાલી રહી છે. બંને દેશો એકબીજા દેશ પ્રત્યે આક્ષેપો-પ્રતિઆક્ષેપો લગાવતા રહે છે. હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વધુ એકવાર ભારત પર અસ્પષ્ટ અને ખોટો આરોપ લગાવ્યો છે. ઇમરાન ખાનનું કહેવું છે કે, પાકિસ્તાનમાં યૌન શોષણના અપરાધો વધવાનું કારણ ભારતીય ફિલ્મો છે. આ પહેલીવાર નથી, જ્યારે ઇમરાન ખાને ભારત સામે ખોટો આરોપ લગાવ્યો હોય. ઇમરાન ખાન ભારત પર આવા કેટલાય પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવી ચુક્યા છે.

હાલમાં જ મીડિયા સાથે વાત કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં વધતા યૌન શોષણ માટે બોલિવુડ અને હોલિવુડની ફિલ્મો જવાબદાર છે. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે, મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ દ્વારા બોલિવુડ અને હોલિવુડના કન્ટેન્ટ આવે છે અને તેનાથી યુવાનો બગડી રહ્યા છે.

તેમણે બધુમાં કહ્યું હતું કે, શાળામાં બાળકોને ડ્રગ્સ મળી રહ્યું છે અને મોબાઇલ ફોનથી ગંદા કન્ટેન્ટ મળી રહ્યા છે. જેનાથી તેઓ ખોટા રસ્તે જઇ રહ્યાં છે. કેટલાય યુવાનોની જિંદગી બરબાદ થઇ રહી છે. દેશના બાળકોની માનસિકતા ખરાબ થઇ રહી છે. પાકિસ્તાનમાં સેક્સ ક્રાઇમ દરરોજ વધી રહ્યો છે. તેને રોકવું ખુબ જ જરૂરી છે નહીં તો દેશનું ભવિષ્ય ખરાબ થઇ જશે. તમને જણાવી દઇએ કે, પાકિસ્તાને ભારતીય ફિલ્મો પર પ્રતિબંધો લગાવી રાખ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં ભારતની કોઇ ફિલ્મ રીલિઝ નથી થઇ. છતા વર્ષ 2019માં પાકિસ્તાનની મુખ્ય 3 હોસ્પિટલોમાં જ 545 યૌન શોષણની ઘટનાઓ બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp