માથા પર સાફો અને ખેસ પહેરીને કિંગ ચાર્લ્સ ગુરુદ્વારામાં લોકો સાથે જમીન પર બેઠા

PC: timesnownews.com

બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયએ સોમવારે ઇંગ્લેન્ડમાં એક નવા ગુરુદ્વારાનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સીખ સમુદાયના લોકો અને છાત્રો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. નવું ગુરુદ્વારા સ્થળ બેડફોર્ડશાયરના પૂર્વ ઇન્ગ્લેન્ડ ક્ષેત્રના લ્યૂટનમાં સ્થિત છે.

મુલાકાત દરમિયાન કિંગ ચાર્લ્સે લ્યૂટન સિખ સૂપ કિચન વોલેન્ટિયર્સ સાથે મુલાકાત કરી, જે ગુરુદ્વારા ચલાવે છે. તેમણે બ્રિટિશ કિંગને આખુ ગુરુદ્વારા બતાવ્યું. ગુરુદ્વારા પહોંચેલા કિંગ ચાર્લ્સે પોતાના માથાને રૂમાલ વડે ઠાંકી દીધું હતું અને લોકોનું અભીવાદન પણ કહ્યું હતું. તેમણે આસપાસના ક્ષેત્રમાં સિખ સ્કૂલ ચલાવનારા સ્થાનિક સમુદાય સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે એ સ્કૂલના છોકરાઓ સાથે પણ વાતચીત કરી જે પંજાબી અને પારંપરિક સંગીત શીખી રહ્યા છે.

ગુરુદ્વારા પહોંચતાની સાથે જ પોતાના માથાને રૂમાલ વડે ઢાંકીને ચાર્લ્સે પ્રાર્થના કરી અને પ્રાર્થના કક્ષમાં સિખ ભક્તો સાથે જમીન પર બેસી ગયા હતા. તેમણે ગુરુ નાનક ગુરુદ્વારામાં લંગરની મુલાકાત પણ લીધી. તેમણે શદ્ધાળુઓ માટે રોટલી તૈયાર કરી રહેલી મહિલાઓ સાથે વાતચીત પણ કરી હતી. ગુરુદ્વારા લંગર એક દિવસમાં લગભગ 500 ભોજન પરોસે છે.

સિખ છોકરાઓની સાથે કિંગ ચાર્લ્સની તસવીરો રોયલ ફેમેલીના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. તસવીરોની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, લ્યૂટન સિખ સૂપ કિચન સ્ટેન્ડ ચલાવનારા વોલેન્ટિયર્સ સાથે મલુકાત પણ કરી. આ કિચન ગુરુદ્વારામાં સપ્તાહમાં 7 દિવસ અને વર્ષમાં 365 દિવસ ગરમ શાકાહારી ભોજન પરોસે છે.

કેપ્શનમાં આગળ લખવામાં આવ્યું છે કે, કોરોના મહામારી દરમિયાન ગુરુદ્વારે એક પોપ અપ કોવિડ વેક્સિન ક્લિનિક પણ ચલાવ્યું, જે બ્રિટનમાં પોતાના પ્રકારનું પહેલું ક્લિનિક હતું. આ દરમિયાન કિંગ ચાર્લ્સે એ બાળકો સાથે પણ મુલાકાત કરી કે જે પંજાબી અને પારંપરિક સંગીત શીખી રહ્યા છે. ગુરુદ્વારાનું નિર્માણ કાર્ય 2020માં શરૂ થયું હતું અને તેને સ્થાનિકો તરફથી મળેલા ફાળાની મદદથી બનાવવામાં આવ્યું છે. આ ગુરુદ્વારા 37 બાય 32 મીટર પહોળું અને ત્રણ માળ જેટલું ઉંચુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp