મોહેંજો દડોમાં ખોદકામ દરમિયાન મજૂરોને મળ્યો ખજાનો, અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો

PC: dawn.com

દુનિયાભરની સૌથી જૂની સભ્યતાઓમાં ગણાતી સિંધુ ઘાટી સભ્યતાનું વૈશ્વિક ધરોહર સ્થળ મોહેંજો દડોમાં ખોદકામ દરમિયાન એક દીવાલથી તાંબાના સિક્કાઓથી ભરેલું વાસણ મળ્યું છે. એક સાઇટ સંરક્ષણ દરમિયાન પાકિસ્તાની મજૂર એક દીવાલ પર કામ કરી રહ્યા હતા. સંરક્ષણ વિભાગના ડિરેક્ટર સૈયદ શાકિર શાહના જણાવ્યા મુજબ, દીવાલ ધ્વસ્ત થઈ ગઈ હતી અને તેનું જ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે મજૂરોની નજર એક વાસણ પર પડી. તેને કાઢવામાં આવ્યું તો તેમાં તાંબાના સિક્કા નીકળ્યા.

ત્યારબાદ સંરક્ષણ વિભાગના અધિકારીઓને તેની જાણકારી આપવામાં આવી. તપાસ ટીમે આ સિક્કાઓને લેબ મોકલી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, લાંબા સમય બાદ મોહેંજો દડોથી કોઈ એવી વસ્તુ મળી છે જે કોઈ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવી શકે છે. શાકિર શાહના જણાવ્યા મુજબ, આ સિક્કાઓ પર કોઈ ભાષામાં કંઈક અંકિત કરવામાં આવ્યું છે. પહેલા તો સિક્કાઓને કાઢવાનો જ મોટો પડકાર હતો. લાંબા સમયથી દબાયેલા હોવાના કારણે તે ક્ષતિગ્રસ્ત પણ થયા છે. તપાસ બાદ ખબર પડશે કે સિક્કા કયા જમાનાના છે અને તેમાં શું લખેલું છે.

તેમણે કહ્યું કે, આ સિક્કાઓથી ઘણી વાતો સામે આવી શકે છે, જેથી જૂની દુનિયા બાબતે ઘણી વાતો ખબર પડશે. મોહેંજો દડો 500 વર્ષ જૂનો વારસો છે. આ જગ્યાથી મળેલા અવશેષ બતાવે છે કે અહી એક સમયે ખૂબ જ વિકસિત શહેર હશે. વર્ષ 1980માં મોહેંજો દડોને વૈશ્વિક ધરોહર સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું. અહીથી મળેલા પુરાતત્વિક ખંડેર ત્રીજી સહસ્ત્રાબ્દી ઇસ પૂર્વેની બતાવવામાં આવી રહી છે. અહી માટીની કાચી ઈંટો મળી આવી હતી. હડપ્પા અને મોહેંજો દડો બંને સિંધુ ઘાટી સભ્યતાના મહત્ત્વપૂર્ણ શહેર છે.

સિંઘુ ઘાટી સભ્યતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારતમાં ફેલાયેલી છે. મોહેંજો દડો સિંધી ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે મદડાઓનો ટેકરી થાય છે. મોહેંજો દડોથી એક નૃત્યાંગનાની મૂર્તિ મળી છે. અહી પ્રાપ્ત અવશેષોના હિસાબે કહેવામાં આવે છે કે અહી ભગવાન શિવની પૂજા થતી હતી. એ સિવાય સિંધુ સભ્યતાના ખોદકામમાં મ્હોર મળી હતી, જેમાં શિવની આકૃતિ બનેલી હતી. તો ઘણા જાણકારોનું કહેવું છે કે, જે મૂર્તિ મળી હતી કે દેવી પાર્વતીની મૂર્તિ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp