26th January selfie contest

ભારતીય મૂળની પત્નીની 59 ચાકુના ઘા મારીને હત્યા, પતિને મળી આ સજા

PC: intoday.in

બ્રિટનની એક કોર્ટે ભારતીય મૂળની પત્નની હત્યાર કરનાર પતિને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. દોષી પતિએ ચાકુથી પોતાની પત્ની એંજેલા મિત્તલને ક્રિસમસના દિવસે 59 ચાકુના ઘા કરીને હત્યા કરી નાંખી હતી.

રૂંહ કંપાવી દેનારી આ ઘટના બ્રિટનના બર્કશાયરની છે, જ્યાં પોલીસે ક્રિસમસની રાત્રે 41 વર્ષની એંજેલા મિત્તલની લાશે તેમના ઘરેથી કબજે કરી હતી. પોલીસે એ સમયે નોંધ્યું હતું કે તેના શરીરમાં ચાકુના ઘણાં બધાં ઘા કરવામાં આવ્યાં હતા, તેના ગળા અને છાતીના ભાગે ઘણાં નિશાન સ્પષ્ટ જોઇ શકાતા હતા.

એંજેલાની હત્યા કરનાર તેના બ્રિટિશ પતિની ઓળખ લોરેન્સ બ્રાન્ડના રૂપમાં થઇ હતી. તેને એંજેલાના મારવા માટે બે ચાકુનો ઉપયોગ કર્યો હતો. પત્નીની હત્યા કર્યા બાદ તેને પોતે જ ઇમરજન્સી નંબર પર કોલ કર્યો હતો.

ઘટનાના તુરંત બાદ પતિ લોરેન્સ બ્રાન્ડની અટકાયત કરી હતી. મામલાની તપાસ કરતા ખબર પડી હતી કે બ્રાન્ડ જ્યારે પોતાની પત્નીને મારી રહ્યો હતો એ સમયે ચાકુ તૂટી ગયો તો તેને કિચનમાં જઇને બીજો ચાકુ લાવીને ફરી તેના પર ઘા કર્યા હતા.

મૃતક એંજેલાના ભારતીય મૂળના માતા-પિતા લોરેન્સ બ્રાન્ડને સજા અપાવવાં માટે લડી રહ્યાં હતા. સુનાવણી પૂરી કરતા કોર્ટે બ્રાન્ડને એંજેલાના હત્યાકેસમાં દોષી જાહેર કરતા આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp