માલીમાં વિદ્રોહીઓએ હુમલો કરીને એક જ ગામના 115 લોકોની હત્યા કરી

PC: youtube.com

મધ્ય માલીના પિયૂલ સમૂદાયના ઓગોસાગુ ગામમાં સ્થાનિક શિકારી સમૂદાય ડોગોને હુમલો કરીને 115 લોકોની હત્યા કરી છે. ગામના મુખિયા ઇગોસ્સાગો અને તેના પરિવારના તમામ લોકોની પણ હત્યા કરવામાં આવી છે. આ ઘટના શનિવારની છે જેની રવિવારે જાણકારી આપવામાં આવી હતી. ગામના નજીકના શહેર બંકાસના મેયર મોલાએ ગુઇંદોએ આ વિસ્તારમાં જેહાદી હિંસાને કારણ કરવામાં આવેલો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો.

મેયરે કહ્યું કે, દોંજો શિકારીની વેશભૂષામાં આવેલા લોકોએ મળસ્કે 4 વાગ્યે આવીને ગોળીઓ વરસાવી, મરનારાઓમાં ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો પણ સામેલ છે.

ઓગોસાગુમાં રહેનારા એક વ્યક્તિઓ દાવો કર્યો હતો કે આ હુમલો અલકાયદા સાથે સંકળાયેલા એક સંગઠન સામે કાર્યવાહીનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે જેમાં પાછલા શુક્રવારે 23 સૈનિકોને મારવાની જવાબદારી લીધી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માલીમાં થઇ રહેલી હિંસાનું નિરાકરણ શોધી રહી છે. વીતેલા દિવસોમાં તેમના પ્રતિનિધિ અહીં આવ્યા હતા. લોકોનું માનવું છે કે હુમલાનું એક કારણ સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપનો વિરોધ પણ હોઇ શકે.

તુઆરેગ વિદ્રોહી લીબિયામાં ગદ્દાફી માટે લડતા હતા. 2011-12માં માલીમાં પ્રવેશ કરવામાં આ વિદ્રોહીઓએ સફળતા મેળવી હતી. ત્યારબાદ અહીં અરાજકતા ફેલાઇ છે. ફ્રાન્સે આ વિદ્રોહીઓને ખદેડવા માટે કોશીશ કરી હતી પરંતુ સફળ ન થયું. સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે 2015માં શાંતિ સમજૂતી થઇ, પરંતુ ઉત્તર-પૂર્વી માલીનો મોટો ભાગ આ વિદ્રોહીઓના કબજામાં છે. માલીને 1960માં ફ્રાન્સથી આઝાદી મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp