મોડેલની કુંવારા છોકરા માટે 'ક્રિસમસ ઑફર', રૂ.21000 આપો,2 કલાક ગર્લફ્રેન્ડ બનાવો

PC: nypost.com

મિયામીમાં એક મોડેલે ક્રિસમસ પર કુંવારા છોકરાઓ માટે સ્ટેન્ડ-ઇન ગર્લફ્રેન્ડ બનવાની ઓફર કરી છે. તે કહે છે કે, કોઈ પણ છોકરો તેને યોગ્ય કિંમત ચુકવશે તેના માટે તે તેની ગર્લફ્રેન્ડ બની શકે છે અને રાત્રિભોજન માટે તેના પરિવારને મળવા જઈ શકે છે.

29 વર્ષીય જેસેનિયા રેબેકાએ કહ્યું કે, જો તેને ફેમિલી ક્રિસમસ ડિનરમાં સ્ટેન્ડ-ઇન ગર્લફ્રેન્ડ બનવા માટે યોગ્ય પૈસા મળશે, તો તે ડિનર પછી તે છોકરાના ઘરે એઠાં વાસણો પણ ધોશે. ફક્ત તમારે તેના માટે થોડા વધારે પૈસા ખર્ચવા પડશે. રેબેકા પોતાની જાતને દરેક કુંવારા છોકરાઓને આવી ઈચ્છા હોય તેની યાદીમાં ટોચ પર રાખવા માંગે છે.

તે કહે છે કે, જ્યારે કુંવારા છોકરાઓ રજાઓમાં ઘરે જાય છે, ત્યારે તેઓને ઘણીવાર તેમના લવ લાઈફ વિશે સવાલોના જવાબ આપવા ભારે પડે છે, અને તેના પર લગ્ન માટે દબાણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં રેબેકાએ આવા કુંવારા છોકરાઓ માટે કેટલાક પેકેજ રજૂ કર્યા છે.

મિયામીની આ મહિલાએ સોશિયલ મીડિયા પર તેના ક્રિસમસ ગર્લફ્રેન્ડ બનાવના પેકેજની જાહેરાત કરી છે. આમાં, કેટલીક સેવાઓની કિંમત 150 ડૉલર (12 હજાર રૂપિયા) પ્રતિ કલાકથી શરૂ થાય છે. તેણે કહ્યું કે, હું કુંવારા છોકરાઓની રજાઓ માટે એક સારી સેવા આપી શકું છું. આ માટે ત્રણ અલગ અલગ પેકેજો છે.

સિલ્વર પૅકેજ પસંદ કરનાર કુંવારા છોકરાઓએ જેસનિયાને 250 ડૉલર (21 હજાર રૂપિયા) ચૂકવવા પડશે અને તેની સાથે તેને એક ભેટ પણ આપવી પડશે. એના બદલામાં, રેબેકા તે છોકરાના ઘરે તેના પરિવાર સાથે ગર્લફ્રેન્ડ તરીકે બે કલાક માટે ડિનર કરવા આવશે અને ત્યાં કેટલાક જોક્સ પણ કહેશે.

જ્યારે ગોલ્ડ પેકેજ માટે તમારે 450 ડૉલર (38 હજાર રૂપિયા) ચૂકવવા પડશે. આ અંતર્ગત જેસેનિયા ક્રિસમસના દિવસે પૈસા આપનાર વ્યક્તિ સાથે તેના ઘરે ત્રણ કલાક રહેશે. આ સમય દરમિયાન તે એક એવી સુંદર વાર્તા બનાવશે કે, તે કેવી રીતે તે છોકરાને મળી, જેથી તેના પરિવારને ખબર ન પડે કે તે ભાડા પર તેની ગર્લફ્રેન્ડ બનીને ગઈ છે.

ત્રીજું એક પ્લેટિનમ પેકેજ છે. આ માટે તમારે 600 ડૉલર (50 હજાર રૂપિયા) ચૂકવવા પડશે. આ પેકેજ હેઠળ તે છોકરાના ઘરે એક ખુબ જ પ્રેમભરી ગર્લફ્રેન્ડ તરીકે છ કલાક રોકાશે. તે તેના પરિવારની સામે I LOVE U પણ કહેશે અને તેના ગાલ પર ચુંબન પણ કરશે. અને તે રાત્રિભોજન પછી પરિવાર માટે તેના એઠાં વાસણો પણ ધોશે, જેથી તે દરેક વખતે એક સમર્પિત ગર્લફ્રેન્ડની જેમ દેખાય.

રેબેકાએ X પર આ ઓફર શેર કરી છે. આ અંગે ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક ઉત્સાહિત યુવાનોએ લખ્યું કે, જે જેસેનિયાની નજીક જવા માટે લાઈનમાં ઊભા રહ્યા હશે તેઓ તેમના ખિસ્સા ખાલી કરશે. એકે તેને અદ્ભુત સોદો કહ્યો છે. એક યુઝરે લખ્યું છે કે મને 'પ્લેટિનમ' પેકેજમાં બીજું કંઈક પણ જોઈએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp