USના અબજપતિ ડાલિયોએ PM મોદીની સરખામણી ડેંગ ઝિયાઓપિંગ સાથે કરી, જાણો કોણ હતા એ

PC: twitter.com

અમેરિકન અબજોપતિ અને રોકાણકાર રે ડાલિયોએ PM નરેન્દ્ર મોદીના શાસનની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, ભારતનો સંભવિત વિકાસ દર બાકીના વિશ્વની તુલનામાં સૌથી વધુ છે. તેમણે કહ્યું કે, તેમણે આગામી 10 વર્ષ માટે ભારત સહિત વિશ્વના ટોચના 20 દેશોના વિકાસ દરનો અંદાજ લગાવ્યો છે અને તેમાં ભારતનું સ્થાન શ્રેષ્ઠ છે.

USAના લોસ એન્જલસમાં UCLA કેમ્પસમાં રોયસ હોલ ખાતે ઓલ-ઈન સમિટ 2023માં બોલતા, રે ડાલિયોએ કહ્યું, 'મને લાગે છે કે 1984માં જ્યારે મેં ત્યાં જવાનું શરૂ કર્યું, ત્યારે ચીન જ્યાં હતું ત્યાં આજે ભારત ઊભું છે. તેથી, જો તમે માથાદીઠ આવકની પેટર્ન જુઓ, તો મને લાગે છે કે PM મોદી ડેંગ ઝિયાઓપિંગ છે. તેમની પાસે મોટા પ્રમાણમાં સુધારા અને રચનાત્મક વિકાસ છે. ભારત ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને નથી લાગતું કે કોઈ પણ મુદ્દો ભારતને રોકી શકશે.'

ડાલિયોએ કહ્યું, 'ઈતિહાસમાં જે દેશો તટસ્થ રહ્યા છે તેઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે દેશો યુદ્ધોમાં વિજેતાઓ કરતાં વધુ સારા રહ્યા છે. કારણ કે આપણો અમેરિકા દેશ ચીન અને તેના સાથીઓ, રશિયા અને તેની જેવા બીજા અન્ય દેશો સાથે એક પ્રકારનો સંઘર્ષ છે, પરંતુ એવા દેશો, જેમ કે, ભારત વચ્ચેની સ્થિતિમાં છે, તે એના કારણે ફાયદામાં રહેલા છે.'

ડેંગ ઝિયાઓપિંગ ચીનના ક્રાંતિકારી અને સુધારાવાદી નેતા હતા, જેમણે માઓત્સે તુંગના મૃત્યુ પછી ચીનને બજારની અર્થવ્યવસ્થા તરફ આગળ વધારી. તેમણે ડિસેમ્બર 1978થી નવેમ્બર 1989 સુધી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના સર્વોચ્ચ નેતા તરીકે સેવા આપી હતી. 1976માં માઓત્સે તુંગના મૃત્યુ પછી, ડેંગ ધીમે ધીમે ચીનના સર્વોચ્ચ નેતા બની ગયા. ત્યારે માઓના મૃત્યુ પછી ચીન રાજકીય અને આર્થિક સંકટથી ઘેરાયેલું હતું.

માઓની મહાન સર્વહારા સાંસ્કૃતિક ક્રાંતિ અને ત્યારપછીની જૂથબંધીની લડાઈએ દેશનો મોટા ભાગનો હિસ્સો ગરીબ, નબળો અને અલગ પડી ગયો, પરંતુ જ્યારે ડેંગ ઝિયાઓપિંગે દેશની કમાન સંભાળી ત્યારે તેમણે બજાર અને આર્થિક સુધારાઓની લાંબી શ્રેણી શરૂ કરી. આના કારણે ચીન ફરીથી આર્થિક રીતે સક્ષમ બન્યું. આ કારણોસર, ડેંગને 'આધુનિક ચીનના આર્કિટેક્ટ' પણ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp