આ જગ્યાએ મહિલા સામે ઝુકી ગઈ સરકાર, બદલાવો પડ્યો હાઇવેનો રસ્તો

PC: i1.wp.com

કહેવાય છે ને રાજ હઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ, આ ત્રણેય ક્યારેય ન માને. આ ત્રણે એકવાર જિદ પકડી લે તો પછી ધાર્યું કરીને કે મેળવીને જ રહે છે. આ કહેવત ચીનમાં યથાર્થ સાબિત થઈ છે. ચીનની સરકારે એક મહિલાની જિદ સામે ઝુકી જવું પડ્યું અને રસ્તા માટે તેના ઘરથી બીજી સાઈડે નિર્માણ કરવી પડ્યું. ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક એવો હાઈવે છે જેની વચ્ચોવચ એક ઘર છે. જેને જોઈને તમે ચોંકી જશો. એ ઘરની માલકીન હાઈવે પર ગાડીઓની વધારે સ્પીડ અને અવાજ વચ્ચે પોતાનું જીવન વ્યતીત કરી રહી છે.

તમે વિચારશો કે એવું કઈ હોતું હશે? અને હાઈવે નિર્માણ સમયે સ્થાનિક પ્રશાસને તેને કેમ ન હટાવી? ઉલ્લેખનીય છે કે જે સમયે ત્યાં હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું, એ સમયે સ્થાનિક પ્રશાસને રસ્તાની વચ્ચોવચ આવતા ઘરને હટાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. એ ઘરની માલકીન ત્યાં રહેવાની જિદ પર અડગ રહી અને ત્યાંથી હટવાની ના પાડી દીધી. ત્યારબાદ તેના નાનકડા ઘરની ચારે તરફ રાજમાર્ગ પુલનું નિર્માણ કરી દેવામાં આવ્યું. હવે મહિલા ગાડીઓના અવાજ વચ્ચે પોતાનું જીવન વિતાવી રહી છે.

હાઇવે નિર્માણ પહેલા એ ઘરની માલકીન એક દાયકા સુધી સરકારને પોતાનું ઘર વેચવાની ના પાડતી રહી. તેણે સરકાર તરફથી મળતું વળતર પણ લેવાની ના પાડી દીધી. ફોટામાં જોઈને આપણે સમજી શકીએ છીએ કે, દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં બનાવવામાં આવેલા આઈગુઆંગ બ્રિજ વચ્ચે એ મહિલા પોતાના નાનકડા ઘરમાં રહે છે. એક માળનો આ ફ્લેટ 40 વર્ગ મીટરનો છે. ગ્વાંગડોંગ ટીવી સ્ટેશન અનુસાર, આ ઘર ફોર લેન ટ્રાફિક લિન્ક વચ્ચે એક ખાડામાં સ્થિત છે. એ ઘરની માલકીનનું નામ લીઆંગ છે.

ધ સનના રિપોર્ટ અનુસાર, એ મહિલા ત્યાંથી સ્થાનાંતરીત થવા એટલા માટે રાજી નહોતી કારણ કે, સરકાર તેને એક આદર્શ જગ્યાએ વસાવવામાં નિષ્ફળ રહી હતી. તેણે કહ્યું કે, ‘તમને લાગતું હશે કે, અહીં માહોલ ખરાબ છે પરંતુ મને લાગે છે કે તે શાંત, મુક્ત, સુખદ અને આરામદાયક છે. તેણે કહ્યું કે, તે પરિણામોને પહોંચી વળવા માટે ખુશ હતી અને તે એમ નથી વિચારતી કે બીજા લોકો તેની બાબતે શું વિચારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp