હોંગકોંગને પછાડી આ શહેર બન્યું વિશ્વનું સૌથી મોંઘું શહેર, આપણું કોઇ શહેર આ યાદી.

PC: lifestyleasia.com

જ્યારે પણ દુનિયાના સૌથી મોંઘા શહેરોની વાત આવે છે, ત્યારે તો અત્યાર સુધી હોંગકોંગનું નામ જ ટોપ પર આવતું હતું, પરંતુ આ વખતે બાજી પલટાઈ ગઈ છે અને ન્યૂયોર્ક શહેરે હોંગકોંગને પાછળ છોડીને સૌથી મોંઘું શહેર બનવાનું મેડલ પ્રાપ્ત કરી લીધું છે. આમ તો ન્યુયોર્ક વિશે વર્ષોથી એક ખાસ વાત કહેવામાં આવે છે કે, આ શહેર ક્યારેય સૂતું નથી. તે કદાપિ બંધ થયું જ નથી, સતત ચાલતું જ રહે છે. ગયા વર્ષે પણ ન્યૂયોર્ક તેની વિશિષ્ટતાને કારણે વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે હતું.

2023 માટે ECA ઈન્ટરનેશનલના કોસ્ટ ઓફ લિવિંગ રેન્કિંગે હાલમાં જ રહેવાની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોંઘા શહેરોની એક યાદી જાહેર કરી છે, જેમાં ન્યૂયોર્કે પ્રથમ રેન્કિંગ હાંસલ કર્યું છે. અહીં તમને જણાવી દઈએ કે ન્યુયોર્ક પછી હોંગકોંગ બીજા નંબરે છે અને જીનીવા અને લંડન ત્રીજા અને ચોથા નંબર પર આવ્યું છે. ગત વખતે ટોપ ફાઈવમાં સ્થાન મેળવનાર સિંગાપોર શહેર આ વખતે 13મા નંબર પર ધકેલાઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી અને આકાશને આંબી જતા ભાડા દરોને કારણે આ વખતે સિંગાપોર પોતાનું શ્રેષ્ઠ સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. મોંઘવારી અને કોરોના રોગચાળા પછી સતત વધી રહેલી મોંઘવારીએ આ વખતે આ એશિયન શહેરને ટોચના પાંચમાંથી બહાર ધકેલી દીધું છે.

ECA ઈન્ટરનેશનલના કોસ્ટ ઓફ લિવિંગ સર્વે મુજબ, પાછળ વર્ષોમાં રશિયન પ્રવાસીઓના ધસારાને કારણે દુબઈમાં ઘરના ભાડા નોંધપાત્ર રીતે વધ્યા છે. આ વખતે આ શહેર લિસ્ટમાં 12મા નંબરે આવ્યું છે. એશિયન શહેરોની સરખામણીમાં આ વખતે યુરોપિયન શહેરોની રેન્કિંગમાં ઘણો ઉછાળો જોવામાં આવ્યો છે. આ સાથે સાથે ચીનના શહેરોની રેન્કિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

વિશ્વના સૌથી મોંઘા શહેરોની રેન્કિંગ નીચે મુજબ છે: ન્યૂયોર્ક, US, હોંગકોંગ, ચીન, જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ, લંડન, UK, સિંગાપોર, ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ, સાન ફ્રાન્સિસ્કો, US, તેલ અવીવ, ઇઝરાયેલ, સિયોલ, દક્ષિણ કોરિયા, ટોક્યો, જાપાન, બર્ન, સ્વિટ્ઝર્લેન્ડ, દુબઈ, UAE, શાંઘાઈ, ચીન, ગુઆંગઝુ, ચીન, લોસ એન્જલસ, US, શેનઝેન, ચીન, બેઇજિંગ, ચીન, કોપનહેગન, ડેનમાર્ક, અબુ ધાબી, સંયુક્ત આરબ અમીરાત, શિકાગો, US

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp