મસ્જિદમાં હુમલો કરતી વખતે Facebook પર લાઈવ હતો હુમલાખોર, જુઓ ફોટા

PC: aajtak.intoday.in

ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેર શુક્રવારે સવારે એ સમયે ધ્રૂજી ઉઠ્યું, જ્યારે અહીંની બે મસ્જિદમાં કેટલાક બંદુકધારીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. આ ફાયરિંગ એ સમયે થઈ હતી જ્યારે 300 કરતા વધુ લોકો ત્યાં નમાજ અદા કરવા માટે આવ્યા હતા. ન્યુઝીલેન્ડના લોકલ મીડિયા અનુસાર, અત્યાર સુધી 27 લોકોના મોત થઈ ચુક્યા છે. જે સમયે ફાયરિંગ થઈ રહ્યુ હતુ તે સમયે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ અલનૂર મસ્જિદની અંદર હાજર હતા.

હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે, જોકે તે અંગેનો આધિકારિક આંકડો હજુ જાણવા મળ્યો નથી. બંદૂકધારી હુમલાખોરને ન્યુઝીલેન્ડ પોલીસે ઘેરી લીધો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, બંદૂકધારીએ મસ્જિદની અંદર ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.

આ અંગે પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે કે, અચાનક મસ્જિદમાંથી લોકોના બૂમો પાડવાના અવાજો સંભળાવા માંડ્યા. શૂટર ગોળીઓ મારતો-મારતો મસ્જિદમાં ઘૂસ્યો અને લોકોને મોતને ઘાત ઉતારવા માંડ્યો. મસ્જિદ અને રસ્તાઓ પર વિવિધ જગ્યાઓએ લાશો વિખેરાયેલી પડી છે અને લોહીની નદીઓ વહી રહી છે.

હુમલાખોર ઘટના સમયે Facebook પર લાઈવ હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર છે. બંદૂકધારી હુમલાખોરની પોલીસે ધરપકડ કરી લીધી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp