કોરોના વાયરસના બહાને પાકિસ્તાને ફરી દુનિયા સામે આલાપ્યો કાશ્મીર રાગ

PC: tosshub.com

COVID-19નો સહારો લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે જ વિવિધ મંચો પર ફરી એકવાર પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. હાલમાં કાશ્મીર પર યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ઈસ્લામાબાદ તરફથી કરવામાં આવેલા તેના પ્રયાસો પર ધ્યાન પણ આપવામાં આવ્યું નહોતું. વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી તરફથી સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ અને પ્રેસિડેન્ટ ઓફ સિક્યોરિટી કાઉન્સિલને 9 માર્ચે પત્ર લખવામાં આવ્યો હતો. એ પત્ર રવિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સાર્વજનિક કર્યો હતો. કુરેશીએ જમ્મુ-કાશ્મીરમાં માનવીય સ્થિતિને ‘ભયાનક’ ગણાવી છે. એક અલગ નિવેદન આપીને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે COVID-19ના કારણે કાશ્મીરમાં કેદીઓને છોડવા અને કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધો હટાવવા કહ્યું હતું.

કુરેશી તરફથી લખવામાં આવેલા આ પત્ર કે તેમના નિવેદનને લઈને ભારત તરફથી કોઈ આધિકારીક પ્રતિક્રિયા આવી નથી. ભારત હંમેશાં જ કહે છે કે, ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કરવાનો નિર્ણય આંતરિક મામલો છે. ભારત હંમેશાંથી પાકિસ્તાનના આંતરિક મામલાઓમાં દખલ અંદાજી કરવા અને કાશ્મીરમાં આતંકવાદનું સમર્થન કરવાની વાત કહેતું આવ્યું છે. હાલમાં કોરોનાની મહામારી પર સાર્ક નેતાઓની બેઠક દરમિયાન 15 માર્ચે વીડિયો કોન્ફ્રેસિંગ દરમિયાન કાશ્મીર મુદ્દો ઉઠાવવા પર ભારતે તેની ટીકા કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન માનવીય મુદ્દાઓનું રાજનીતિકરણ કરતું રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, યુએનમાં કુરેશી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કાશ્મીરમાં માનવીય સ્થિતિ અને સતત તેને હાઈલાઈટ કરવું એ ઇસ્લામાબાદના પ્રયાસોને અનુરૂપ જ છે. આશ્ચર્યજનક છે કે, ડિસેમ્બરમાં યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં પાકિસ્તાનના કહેવા પર ચીન તરફથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાના પ્રયાસો પર ફ્રાંસ અને અન્ય સ્થાયી સભ્યોએ પાણી ફેરવી દીધુ હતું.

પાકિસ્તાને કોરોના વાયરસના પ્રકોપથી ઉત્પન્ન આર્થિક સંકટને પહોંચી વળવા ત્રણ બહુપક્ષીય ઋણદાતાઓ પાસે 3.7 અરબ ડૉલરનું અતિરિક્ત ઋણ માંગ્યું છે. દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 9 લોકોના મોત થઈ ચુક્યા છે અને 1200થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. નાણાકીય મામલાઓ પર વડાપ્રધાન ઈમરાન ખાનના સલાહકાર હફીઝ શેખે બુધવારે સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) તરફથી 1.4 અરબ ડોલરના ઋણ સિવાય વિશ્વ બેંક અને એશિયાઈ વિકાસ બેંક ક્રમશ: 1 અરબ ડૉલર અને 1.25 અરબ ડૉલર ઋણ આપશે. વડાપ્રધાન ઈમરાન ખાને આ પહેલા 1.2 ખરબ આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp