PAKમાં ATMથી સેનેટાઈઝર ચોરી કરી ગયો વ્યક્તિ, લોકો કરી રહ્યા છે ટ્રોલ, જુઓ Video

PC: tosshub.com

કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે લોકો પોતાને બીમાર પડવાથી બચાવવા માટે દરેક રીતની કોશિશ કરી રહ્યા છે. માસ્ક પહેરવાથી લઈને સાબુ અને પાણીથી હાથ સાફ કરવા સુધી, સાવચેતીના પગલા લઈ રહ્યા છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસનો પગ પેસારો થઈ ગયો છે. ત્યાં પણ લોકો આ બીમારીથી પરેશાન છે. આ કડીની વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો.

કોરોના વાયરસના કારણે હેન્ડ સેનેટાઈઝર ખૂબ વેચાઈ રહ્યા છે. એવામાં સેનેટાઈઝરની અછત જોવા મળી રહી છે. એક વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ એટીએમમાંથી સેનેટાઈઝર ચોરી કરતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોને પાકિસ્તાનની પત્રકાર નાયલા ઈનાયતે શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, જ્યારે તમને લાગે છે કે કોઈ પણ તમને જોઈ રહ્યું નથી.

વીડિયોમાં જોઈ શકાય છે કે, તે વ્યક્તિએ સૌથી પહેલા મશીનમાંથી પૈસા ઉપાડ્યા અને પછી વાંકા વળીને હેન્ડ સેનેટાઈઝરને ઉઠાવે છે. ધીરેથી સેનેટાઈઝરને તે વ્યક્તિ તેના જેકેટમાં મૂકી દે છે અને ધીમેથી બહાર નીકળી જાય છે. આ વીડિયો પર ખૂબ મીમ્સ બની રહ્યા છે અને સાથે જ લોકોના રિએક્શન પણ આવી રહ્યા છે.

જણાવી દઈએ કે, દુનિયાભરમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 30 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીનના વુહાન શહેરથી ફેલાયેલ આ જીવલેણ વાયરસથી દુનિયાના લગભગ બધાં જ દેશો પ્રભાવિત થયા છે. તેમાં પણ ખાસ કરીને ઈટલી. જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની મોતની સંખ્યા સૌથી વધારે છે. તો બીજી તરફ અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp