બ્રિટનમાં પાકિસ્તાની મૂળના કાઉન્સેલરનું શરમજનક પગલું, મહિલાઓના ગ્રુપમાં...

PC: firstpost.com

બ્રીટનમાં પાકિસ્તાની મૂળના એક કાઉન્સેલરનું શરમજનક પગલું સામે આવ્યું છે. એક વિદેશી ચેનલના જણાવ્યા મુજબ કાઉન્સેલરે મીટીંગના દરમિયાન એક ગ્રુપમાં મહિલાનો ટોપલેશ ફોટો મૂકી દીધો હતો. આ પછી આ કાઉન્સેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

મારૂફએ નિવેદન આપ્યું હતું કે, તે કોઈ વિડિયો એટેચ કરવાની કોશિષ કરી રહ્યા હતા પણ ભૂલથી વિવાદાસ્પદ ફોટો જતો રહ્યો હતો.

મીડિયા રીપોર્ટમાં ગુરુવારે જણાવાયું છે કે, કાઉન્સેલરએ આ કૃત્યને ભૂલ ગણાવી છે. આ કાઉન્સેલરનું નામ મોહમ્મદ મારૂફ છે અને તેમણે મમ્સ યુનાઈટેડ વોટ્સ અપ ગ્રુપમાં એક મહિલાની ટોપલેશ ફોટો મોકલી દીધો હતો.

જો કે, મારૂફનું કહેવું હતું કે, આ ઘટના માટે તે શરમ અનુભવે છે અને તે માફી માંગે છે પણ તપાસ ચાલે ત્યાં સુધી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ વાતની જાણ ત્યારે થઇ જયારે ગ્રુપ એડમીન સાહિરા ઈર્શાદ કંઇક જણાવી રહ્યા હતા તે જ સમયે મારુફે આ ફોટો ગ્રુપમાં મોકલ્યો હતો.

મીડિયા રીપોર્ટ અનુસાર મારૂફએ નિવેદન આપ્યું છે કે, તે કોઈક વિડિયો એટેચ કરવાની કોશિષ કરી રહ્યો હતો તે સમયે ભૂલથી આ વિવાદાસ્પદ ફોટો મોકલાઈ ગયો હતો. મારુફે કહ્યું કે, 'મારા પર્સનલ ફોનમાં ઘણાં પ્રકારની વસ્તુઓ વોટ્સ અપ પર આવે છે અને ઓટોમેટિકલી ફોનમાં સેવ થઇ જાય છે અને આ કારણે જ ફોટો મારાથી ભૂલથી મુકાઈ ગયો હતો.

મારુફે એ પણ કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તે વોટ્સ અપ ગ્રુપના દરેક સભ્યોનો આદર કરે છે. આપને જણાવી દઈએ કે, મારૂફનું પાકિસ્તાનમાં થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp