જાપાનના લોકો સરેરાશ 84 વર્ષ જીવે છે, જ્યારે ભારતના લોકો આટલા વર્ષ જીવે છે
અત્યારે જીવનશૈલી બદલાઈ રહી છે તેની અંદર માણસની લાઇફ સ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે લાઈફસ્ટાઈલ બદલાવાના કારણે લોકોની રહન-સહન ખાનપાન વગેરે બાબતો પર અસર પડી રહી છે, ત્યારે તેના કારણે આયુષ્ય પર પણ મોટી અસર જોવા મળી રહી છે. દુનિયાની અંદર આકસ્મિક રીતે એટલે કે હાર્ટ એટેક જેવી બીમારીથી પણ 30 થી 32 વર્ષની ઉંમરમાં પણ મૃત્યુ પામે છે. આ પ્રકારના ઉદાહરણો આપણી સમક્ષ જોઈએ છીએ. આ પ્રકારના બનાવ છેલ્લા દસ વર્ષમાં વધી ગયા છે ત્યારે દુનિયાભરમાં સરેરાશ આયુષ્ય ધરાવતા દેશો ઘણા એવા છે કે જેમાં જીવનશૈલી સારી હોવાના કારણે તેમનું આયુષ્ય પણ સારું છે.
જેમકે જાપાન દેશમાં સૌથી વધુ આયુષ્ય લોકો ધરાવે છે. જાપાનીઓનું 84 વર્ષ નું આયુષ્ય છે. વિશ્વભરમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા લોકો છે. જ્યારે બીજો નંબર અમેરિકાનો આવે છે અમેરિકામાં 78 વર્ષ સરેરાશ આયુષ્ય લોકોનું છે. જ્યારે ભારત નો નંબર ચોથો આવે છે ભારત દેશની અંદર 69 થી 70 વર્ષની ઉંમરનું સરેરાશ આયુષ્ય લોકોનું છે. દુનિયાનો સરેરાશ આંકડો જોવા જઈએ તો 72 વર્ષ નું આયુષ્ય અત્યારે લોકોનું થઈ ગયું છે.
પરંતુ તમને જણાવી દઈએ કે સૌથી ઓછું આયુષ્ય ધરાવતા દેશોમાં ખાસ કરીને નાઇજીરીયા અને ચાર જેવા આફ્રિકી દેશોમાં સરેરાશ આયુષ્ય લોકોનું 55 વર્ષથી પણ ઓછું છે. ખરેખર આ આંકડો નવાઈ પમાડે તેવો છે અત્યારે સરેરાશ આયુષ્ય લોકોના ઘટી રહ્યા છે જે એક સમયે સરેરાશ આયુષ્ય ભારત દેશની અંદર 80થી 90 વર્ષનું લોકોનું માનવામાં આવતું હતું ત્યારે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp