પ્રાણી સંગ્રહાલયમાં માદા શાર્કે નર સાથે સંબંધ બનાવ્યા વિના આપ્યો બચ્ચાને જન્મ
શિકાગોમાં ઈલિનોય સ્થિત બ્રુકફિલ્ડ પ્રાણીસંગ્રહાલયમાં એક એપુલેટ શાર્કના બચ્ચાનો જન્મ થયો. ખુશીની વાત છે, પરંતુ હેરાન કરી દેનારો મામલો એ છે કે આ શાર્ક બચ્ચાને જન્મ આપનારી માદા શાર્કે આ કામ કોઈ નર સાથે સંબંધ બનાવ્યા વિના કર્યું. આ માદા શાર્ક માછલી છેલ્લા 4 વર્ષથી એકલી રહેતી હતી. અહી કોઈ નર શાર્ક નથી. પ્રાણીસંગ્રહાલયે જણાવ્યું કે, આ બીજી વખત છે જ્યારે કોઈ જીવે પ્રાણીસંગ્રહાલયમાં કોઈ નર સાથે સંબંધ બનાવ્યા વિના બાળકને જન્મ આપ્યો છે.
આ પ્રક્રિયાને વર્જિન બર્થ કહેવામાં આવે છે. શાર્કે 5 મહિનાનો ગર્ભ ધારણ કર્યા બાદ ઓગસ્ટમાં બચ્ચને જન્મ આપ્યો. પ્રાણીસંગ્રહાલયના લોકોએ બચ્ચાંને બે મહિના સુધી બધાથી છુપાવી રાખ્યું હતું. પ્રાણીસંગ્રહાલય પ્રશાસન આ શાર્કના બચ્ચાના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યું હતું, પરંતુ હવે 5-6 ઇંચ લાંબું બચ્ચું લોકોને દેખાડવા માટે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. વર્જિન બર્થ એટલે કે કોઈ નરના શુક્રાણુઓ વિના માદા ગર્ભ ધારણ કરી લે. એ કેટલાક જીવોની પ્રજાતિઓ કરે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને પાર્થેનોજેનેસિસ કહેવામાં આવે છે.
હેરાનીની વાત એ છે કે શાર્ક જેવા વર્ટિબ્રેટ જીવો માટે વર્જિન બર્થ દુર્લભ ઘટના છે, પરંતુ એ થયું છે. ગ્રીક ભાષામાં પાર્થેનોજેનેસિસને કહેવામાં આવે છે વર્જિન ક્રિએશન. પોતે બચ્ચાને જન્મ અપવાની દુર્લભ ક્ષમતા ઘણા ઓછા જીવોમાં હોય છે. પક્ષી, શાર્ક, ગરોડી, સાંપ મોટા ભાગે એમ કરે છે, જ્યારે તેઓ એકલા કોઈ જગ્યા પર વર્ષોથી રહેતા હોય. તેમને સંબંધ બનાવવાના ન મળે. લાંબા સમય સુધી રહેનારા આ પ્રકારના માદા જીવો પાસે એવી ક્ષમતા હોય છે કે તેઓ નરની મદદ વિના જ રીપ્રોડક્શન કરી શકે છે. સ્તનધારી જીવ આ કામ કરી શકતા નથી. જેમાં માણસ સામેલ છે.
તેમને ખાસ પ્રકારના જીન્સની જરૂરિયાત હોય છે જે નરના શુક્રાણુઓથી જ મળે છે. બ્રુકફિલ્ડ પ્રાણીસંગ્રહાલયમાં આ શાર્ક વર્ષ 2019થી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી પહેલી વખત આ પ્રાણીસંગ્રહાલયમાં વર્જિન બર્થ થયો છે. આ શાર્કને કોઈ નર સાથે રાખવામાં આવી નહોતી. માદાએ પોતાની સેક્સુઅલ મેચ્યોરિટી ઉંમર હાંસલ કરી લીધી હતી. જે 7 વર્ષની હોય છે એટલે તે દર મહિને 2-4 ઇંડા આપવાનું શરૂ કરી ચૂકી હતી. તેમાંથી એક ઇંડું વિકસિત થયું અને તેમાંથી માદા બાળક શાર્કનો જન્મ થયો. આ ખૂબ જ દુર્લભ ઘટના છે કેમ કે નાનકડી ભૂલથી ઇંડું ફળદ્રુપ થતું નથી. એપુલેટ શાર્ક રાત્રે ફરતો જીવ છે. તે મોટા ભાગે 3.5 ફૂટ લાંબી હોય શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp