બધુ બર્બાદ થઈ જશે..' માત્ર સોના-ચાંદી ખરીદીને ઘરમાં રાખો, મુશ્કેલીમાં એ જ સહારો

PC: finance.yahoo.com

દરેકનું સપનું હોય છે કે તે અમીરોની જિંદગી જીવે અને ખૂબ પૈસા હોય. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં નાણાકીય પરેશાનોનો સામનો ન કરવો પડે. તેના માટે લોકો તનતોડ મહેનત કરે છે, પરંતુ દરેક આ સપના પૂરા કરી શકતું નથી. કેટલાક લોકો તો જલદી પૈસા બનાવવા માટે શેર માર્કેટ, બોન્ડ અને રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કરે છે, પરંતુ 'Rich Dad Poor Dad'ના લેખક Robert Kiyosakiનું કંઈક અલગ જ માનવું છે. તેમણે ફરી એક વખત ખરાબ સમયમાં સોના-ચાંદી અને બિટકોઇનને સહારો બતાવ્યા છે.

Robert Kiyosakiએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (આ ટ્વીટર)ના માધ્યમથી લોકોને રોકાણ માટે સલાહ આપતા રહ્યા છે અને મોટા ભાગે તેમની સલાહ સોના અને ચાંદીમાં રોકાણ કરવાની રહે છે. આ વખત તેમણે સત્તાવાર X અકાઉન્ટ પર પોસ્ટ કરતા લોકોને તેમાં રોકાણ માટે કહ્યું છે. તેમણે પોતાના હાલના રિપોર્ટમાં લખ્યું કે, 'બધુ જ ગુંચવણવાળું છે. સ્ટોક, બોન્ડ, રિયલ એસ્ટેટ ક્રેશ થવાનું છે.' પોતાની પોસ્ટમાં તેમણે અમેરિકા પર સતત વધી રહેલા દેવાનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે લખ્યું કે, આ સમયે સ્થિતિ એવી બની ગઈ છે કે દર 90 દિવસમાં અમેરિકાનું દેવું 1 ટ્રિલિયન વધી રહ્યું છે અને અમેરિકા દેવાળિયું થવા તરફ વધી રહ્યું છે. તેમણે આગળ સલાહ આપી કે પોતાની જાતને બચાવો, કૃપયા સોનું, ચાંદી, બિટકોઇન ખરીદો. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો Robert Kiyosakiએ ચેતવણી આપતા કહ્યું કે, બધુ બરબાદ થવાનું છે. મુશ્કેલીથી બચવા માટે હવે માત્ર સોનું-ચાંદી અને બીટકોઈન સહારો છે. બિટકોઇનને લઈને તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, કેથી વૂડે કહ્યું કે, બિટકોઇન 2.3 મિલિયન સુધી પહોંચી જશે.

Robert Kiyosakiએ કહ્યું કે, તે ખૂબ સ્માર્ટ છે અને મને તેમના વિચારો પર ભરોસો છે. જો કેથી સાચા છે તો હું ઇચ્છીશ કે હું હજુ વધારે ખરીદી કરું. મારું પણ માનવું છે કે બિટકોઇન 2.3 મિલિયન ડોલર સુધી પહોંચી જશે. Robert Kiyosakiએ આ અગાઉ પણ ઘણી વખત સોના ચાંદીમાં રોકાણ કરવાને લઈને સલાહ આપી છે. ખાસ કરીને ચાંદીને લઈને Robert Kiyosaki ખૂબ બુલિશ રહે છે. ગયા વર્ષે કરવામાં આવેલી એક પોસ્ટમાં જાણીતા લેખકે લોકોને ચાંદીમાં રોકાણ કરવાણી અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, જો તમે ગરીબીમાંથી અમીર બનવાના સપના જોઈ રહ્યા છો તો અવસર આવી ગયો છે. આ ગરીબો માટે અમીર બનવાનો સમય છે. એટલે કે તેમનું કહેવું છે કે ચાંદીના માધ્યમથી અમીર બનવાનું સપનું પૂરું કરી શકાય છે. તેમણે અનુમાન લગાવતા કહ્યું હતું કે ચાંદી 305 વર્ષ માટે 20 ડોલર પર બન્યું રહશે અને આગામી સમયમાં 100 ડોલરથી 500 ડોલર સુધી વધશે. દરેક તેને ખરીદી શકે છે, ગરીબ પણ ચાંદીને ખરીદી શકે છે. એટલે હવે ચાંદીમાં રોકાણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp