પુતિનની જાહેરાતઃ બનાવી લીધી દુનિયા પહેલી વેક્સીન, તેમની દીકરીને પણ આપી અને તે...

PC: businessinsider.in

રશિયાના રાષ્ટ્રુપતિ વ્લાદીમીર પુતિને મંગળવારના રોજ જાહેરાત કરી હતી કે, તેમના દેશે કોરોના વાયરસની પહેલી વેક્સીન બનાવી લીધી છે. વ્લાદીમીર પુતિને દાવો કર્યો હતો કે, આ દુનિયાની પહેલી સફળ કોરોના વાયરસ વેક્સીન છે, જેને રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે. એટલું જ નહીં, પુતિને કહ્યું હતું કે, તેમની દીકરીએ પણ આ વેક્સીન લીધી હતી.

રિપોર્ટ મુજબ આ વેક્સીનને મોસ્કોના ગામેલ્યા ઇન્સ્ટિટ્યૂટે ડેવલપ કરી છે. મંગળવારના રોજ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વેક્સીનને સફળ જાહેર કરી હતી. આ સાથે જ વ્લાદીમીર પુતિને જાહેરાત કરી છે કે, રશિયામાં ટૂંક સમયમાં જ આ વેક્સીનનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવશે અને મોટી સંખ્યામાં આ વેક્સીનનો ડોઝ બનાવવામાં આવશે.

વ્લાદીમીર પુતિને જણાવ્યું હતું કે, તેમની દીકરીને કોરોના વાયરસ થયો હતો અને ત્યાર બાદ તેને આ નવી વેક્સીન આપવામાં આવી હતી. થોડા સમય માટે તેનું તાપમાન વધ્યું હતું, પરંતુ હવે તે બિલકુલ ઠીક છે.

7 ઓગસ્ટે રશિયાના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યુ હતું 10 ઓગસ્ટે વેક્સીન બજારમાં આવી જશે....

રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે, તેમની વિશ્વાસપાત્ર વેક્સીનનું ટ્રાયલ પૂર્ણ થઈ ચુક્યું છે. આ એ જ વેક્સીન છે, જેને ગામેલ્યા ઈન્સ્ટીટ્યૂટે બનાવી છે. આ ઉપરાંત, અન્ય બે કંપનીઓએ ક્લીનિકલ ટ્રાયલ કરવાની પરવાનગી માગી છે. જણાવી દઈએ કે, ગામાલેયા ઈન્સ્ટીટ્યૂટની વેક્સીનને લઈને દાવો કરવામાં આવ્યો હતો કે, આ વેક્સીન 10 ઓગસ્ટ અથવા તેના કરતા પહેલા બજારમાં આવી જશે. મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ કહ્યું કે, ગામાલેયાની વેક્સીનનું ટ્રાયલ પૂર્ણ થઈ ચુક્યું છે. હવે તેમના વૈજ્ઞાનિકો પર એ નિર્ભર કરે છે કે, તેઓ વેક્સીનને બજારમાં ક્યારે લાવે છે.

મોસ્કો સ્થિત ગામાલેયા ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ ગત મહિને દાવો કર્યો હતો કે, તે ઓગસ્ટના મધ્ય સુધીમાં કોરોના વાયરસની પહેલી વેક્સીનને મંજૂરી આપી શકે છે. એટલે કે આવનારા બે અઠવાડિયામાં રશિયા કોરોના વાયરસની વેક્સીન બજારમાં લાવી દેશે. રશિયાના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ CNN ચેનલને જણાવ્યું હતું કે, વેક્સીનની મંજૂરી માટે 10 ઓગસ્ટ અથવા તેના કરતા પહેલાની તારીખ પર કામ કરી રહ્યા છે. ગામાલેયા ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેઓ આ વેક્સીનને સામાન્ય જનતાના ઉપયોગ માટે 10 ઓગસ્ટ સુધીમાં મંજૂરી અપાવડાવી દેશે. પરંતુ સૌથી પહેલા ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને તે વેક્સીન આપવામાં આવશે.

રશિયાના સોવરન વેલ્થ ફંડના પ્રમુખ કિરિલ મિત્રિવે કહ્યું છે કે, આ ઐતિહાસિક અવસર છે. જેવી રીતે અમે અંતરિક્ષમાં પહેલા સેટેલાઈટ સ્પુતનિક છોડ્યું હતું, આ એવો જ અવસર છે. અમેરિકાના લોકો સ્પુતનિક વિશે સાંભળીને ચોંકી ગયા હતા. એવી જ રીતે આ વેક્સીનના લોન્ચ થવાથી તેઓ ફરી દંગ રહી જવાના છે. જોકે, રશિયાએ અત્યારસુધી વેક્સીન ટ્રાયલના કોઈ ડેટા જાહેર કર્યા નથી. આ કારણે તેની પ્રભાવશીલતા વિશે ટિપ્પણી ના કરી શકાય. કેટલાક લોકો એ વાતને લઈને ટીકા પણ કરી રહ્યા છે કે, વેક્સીન વહેલી બજારમાં લાવવા માટે રાજકીય પ્રેશર છે. આ ઉપરાંત, વેક્સીનના અધૂરા હ્યુમન ટ્રાયલ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

દુનિયાભરમાં અનેકો વેક્સીન ટ્રાયલ ચાલી રહ્યા છે. કેટલાક દેશોમાં વેક્સીનનું ટ્રાયલ ત્રીજા ચરણમાં છે, રશિયાની વેક્સીને પોતાનું બીજું ચરણ પૂર્ણ કરવાનું બાકી છે. વેક્સીનના ડેવલપરે 3 ઓગસ્ટ સુધી આ ચરણને પૂર્ણ કરવાની યોજના બનાવી હતી. ત્યારબાદ ત્રીજા ચરણનું પરિક્ષણ શરૂ કરવામાં આવશે. રશિયન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વેક્સીન વહેલી તૈયાર કરી લેવામાં આવી, કારણ તે પહેલાથી જ આ પ્રકારની અન્ય બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે. આ જ વિચાર ઘણા અન્ય દેશો અને કંપનીઓનો છે.

રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રશિયાના સૈનિકોએ હ્યુમન ટ્રાયલ એટલે કે માનવીય પરિક્ષણમાં વોલન્ટિયર્સના રૂપમાં કામ કર્યું છે. દાવો છે કે, પરિયોજનાના નિદેશક એલેક્ઝેન્ડર ગિન્સબર્ગે પોતે આ વેક્સીન લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp