લેખક સલમાન રુશ્દી પર છરાથી 10-15 વાર, ન્યૂયૉર્કના એ ઇવેન્ટમાં...

PC: ndtv.com

લેખક સલમાન રુશ્દીને ન્યૂયોકના બફેલો પાસે ચોટાઉક્વામાં એક કાર્યક્રમ દરમિયાન છરો ભોંકીને ઇજાગ્રસ્ત કરી દેવામાં આવ્યા. હુમલાના તુરંત બાદ તેમને હેલિકોપ્ટર દ્વારા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ન્યૂયોર્કના ગવર્નર Kathy Hochulએ જાણકારી આપી છે કે સલમાન રુશ્દી જીવિત છે અને તેમને એક લોકલ હૉસ્પિટલમાં દાખલ કરાવી દેવામાં આવ્યા છે. હુમલો કરનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

હુમલો કરનારની ઓળખ Hadi Matarના રૂપમાં થઈ છે, જેની ઉંમર 24 વર્ષ છે. હવે આટલા મોટા લેખક પર આ પ્રકારે હુમલો શા માટે કરવામાં આવ્યો, એવો શું વિવાદ છે જેના કારણે તેમના પર હુમલો થયો? ન્યૂયોર્ક પોલીસે તો અત્યાર સુધી કોઈ ઔપચારિક જાણકારી પણ શેર કરી નથી, પરંતુ તેમનું અંગત જીવન વિવાદોથી ભરાયેલું રહ્યું છે અને તેમને જીવથી મારી નાખવાની ધમકી વર્ષ 1989થી મળતી આવી રહી છે. ચાલો એક નજર નાખીએ આ હુમલા ઘટના પર.

શુક્રવારે લેક્ચર આપવા અગાઉ CHQ 2022 કાર્યક્રમ માટે મંચ પર જતી વખત લેખક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદે લેખકના લેક્ચર અગાઉ મંચ પર પહોંચીને તેમના પર જીવલેણ હુમલો કરી દીધો. હુમલાવરે સલમાન રુશ્દી પર છરાથી ઓછામાં ઓછા 15 વખત હુમલો કર્યો હતો. તેમના ગળા પર આ હુમલો કરવામાં આવ્યો. તેમને મુક્કા પણ મારવામાં આવ્યા હતા. આ કારણે લેખક સ્ટેજ પર પડી ગયા અને તેમને તાત્કાલિક રેસ્ક્યૂ કરીને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

સલમાન રુશ્દી સિવાય સ્ટેજ પર ઉપસ્થિત ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ પર પણ હુમલો કરનારે જીવલેણ વાર કર્યો. તેની પણ એક લોકલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની એક જરૂરી સર્જરી કરવામાં આવી રહી છે. હુમલાના તુરંત બાદ પોલીસે ઘટનાસ્થળ પરથી આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આખરે કેમ સલમાન રુશ્દી પર હુમલો કરવામાં આવ્યો. શું કોઈ જૂની દુશ્મની હતી કે પછી કોઈ કાવતરા હેઠળ આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ, FBI સાથે મળીને હુમલાના ઉદ્દેશ્યને સમજવાનો પ્રયત્ન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp