130 ફૂટ લાંબી હોય છે જન્નતની પરી, સૂર્યને પણ ફેઇલ કરી દે: મૌલાના, પાકિસ્તાન

PC: zeenews.india.com

થોડા દિવસો પહેલા એક મૌલાનાએ જિહાદીઓને જન્નતમાં 72 હૂરે (પરી) મળવાનો દાવો કર્યો હતો. એવી જ રીતે વધુ એક મૌલાનાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૌજુદ છે જે ગયા વર્ષે શેર કરવામાં આવ્યો હતો.વીડિયોમાં પાકિસ્તાનના એક મૌલાનાનું કહેવું છે કે જન્નતની હૂરૈ એટલે કે ર્સ્વગની પરી એક નહેરમાંથી પેદા થાય છે અને તેની લંબાઇ 130 ફીટ હોય છે. આ મૌલાના છે પાકિસ્તાનના તારિક જમીલ, જેના વીડિયો પર લોકોએ તેમને જોરદાર ટ્રોલ કર્યા હતા. એક યુઝરે લખ્યું કે મૌલાના પાસે પાયાવિહોણી કિસ્સાઓ અને વાર્તાઓની આખી ફેક્ટરી છે.

મૌલાના તારિક જમીલે કહ્યું, સ્વર્ગમાં એક નહેર છે જે મોતીથી ઢંકાયેલી છે. તેની અંદર કસ્તુરી, કેસર વહે છે. જ્યારે અલ્લાહ જન્નતની છોકરી બનાવે છે, ત્યારે તે તેના પર પોતાનો નૂર નાખે છે અને સંપૂર્ણ 130 ફૂટની છોકરી બહાર આવે છે. જન્નતનની હુર માતાના ગર્ભમાંથી જન્મતી નથી. મૌલાનાએ કહ્યું કે જો જન્નતની હુર સૂર્યને આંગળી બતાવે તો તો સૂરજ દેખાશે નહીં કારણ કે જન્નતની હુર 130 ફીટ છે. પાંચ ડગલાં આગળ વધશો તો જન્નતની હૂર તમને ગજવામા મુકી દેશે.

મૌલાનાએ આગળ કહ્યુ કે, જો કે અલ્લાહ આપણને પણ 130 ફીટના બનાવી દેશે. અલ્લાહે આદમ અને હવ્વાને 130 ફીટના બનાવ્યા હતા. તારિક જમિલે કહ્યું કે, અલ્લાહના હુકમથી હૂરે જન્નતમાં ગીત સંભળાવે છે. તે એકદમ ખુબસૂરત હોય છે અને તેના વાળ 130 ફીટ લાંબા હોય છે. જ્યારે જન્નતની આ હૂર પોતાના વાળ લહેરાવે છે ત્યારે રંગબેરંગી લાઇટો સળગે છે અને આખા જન્નતને રોશનીથી ભરી દે છે.

તાજેતરમાં પાકિસ્તાનની એક પત્રકાર આરજૂ કાજમીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. મહિલા પત્રકારે ભારતના મૌલાનાને જન્નતનૂ હૂરે પર સવાલ પુછ્યો જેનો મૌલાનાએ જે જવાબ આપ્યો તેને કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો હતો.મૌલાનાએ કહ્યું હતું કે,જિહાદ કરીને મોતને ભેટનારા યુવાનોને જન્નતમાં 72 હૂરે મળે છે. પત્રકારે બીજો સવાલ પુછ્યો હતો કે, ઇસ્લામનું પાલન કરવાળી મહિલાઓને જન્નતમાં શું મળે છે? મૌલાનાએ જવાબ આપ્યો કે ઇસ્લામના બધા નિયમોનું પાલન કરનારી મહિલાને જન્નતમાં હૂરોની સરદાર બનાવવામાં આવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp