ભારતની ન્યૂઝીલેન્ડ એલચી કચેરીને કોંગ્રેસે ઓક્સિજન પૂરું પાડ્યું તેમાં થઇ બબાલ

PC: aajtak.in

ભારતમાં ન્યૂઝીલેન્ડના ઉચ્ચ કમિશનમાં ઓકસીજનની જરૂરિયાત અને સપ્લાય અંગે ઉભા થયેલા વિવાદમાં આખરે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ન સામે આવ્યા છે. જેસિંડાએ કહ્યું કે ન્યૂઝીલેન્ડ હાઇ કમિશને સ્થાનિક કર્મચારી માટે વિનંતી કરતી ટવિટ કરી હતી, કારણ કે તે બિમાર હતો. પરંતુ પ્રધાનમંત્રી જેસિંડાએ કહ્યું કે હાઇ કમિશને ઓકસીજનની માંગ માટે કોઇ અન્ય માધ્યમનો ઉપયોગ કરવાની જરૂર હતી. હકિકતમાં, ન્યૂઝીલેન્ડ હાઇ કમિશનને કોંગ્રેસ પાર્ટીના યુવા મોર્ચાના કાર્યકરે ઓકસીજન પહોંચાડયો હતો જેને કારણે વિવાદ ઉભો થયો છે.

ભારતીય વિદેશ મંત્રાલયે હાઇ કમિશન અને દુતાવાસોમાં કોવિડ સાથે જોડાયેલી મેડિકલ  સપ્લાય માટે સોશિયલ મીડિયા પર લખવા માટે સખત વાંધો ઉઠાવ્યો હતો. એ પછી ભારતમાં ન્યૂઝીલેન્ડના હાઇ કમિશને ટવિટ કરીને માફી માંગી હતી. ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ ઓકસીજનની માંગ વાળી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને સ્પષ્ટતા કરતી બીજી ટવિટ કરી હતી.

રેડિયો ન્યૂઝીલેન્ડના કહેવા મુજબ, આખી ઘટનામાં ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રાલયે ભારત સરકાર સાથે થયેલા વિવાદ બાબતે ખેદ વ્યકત કર્યો છે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતના તેમા હાઇ કમિશનમાં સ્ટાફની સુરક્ષા,આરોગ્ય અને તેમની દેખભાળ સરકારની પ્રાથમિકતામાં છે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતના હાઇ કમિશનની ઓફીસમાં કેટલાંક સ્થાનિક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા તેમાંથી એકની હાલત ગંભીર થઇ હતી, એના માટે ઓકસીજનની જરૂરિયાત ઉભી થઇ હતી. નિવેદનમાં કહેવાયું છે કે ન્યૂઝીલેન્ડનો કોઇ પણ રાજનેતા કોવિડ સંક્રમિત નથી. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલન્ડ હાઇ કમિશનની ઓફીસ ખુલી નખી, કેમ્પસની અંદર જ બિમાર લોકોની સારવાર થઇ રહી છે.

આ પહેલાં ફિલીપીંસનું દુતાવાસ પણ ભારતીય વિદેશ મંત્રાલયના નિશાના પર આવી ગયું હતું. અહીં પણ યૂથ કોંગ્રેસના સભ્યોએ ઓકસીજન પુરુ પાડયું હતું. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેરી બ્રાઉનલીએ કહ્યું હતું કે ઓકસીજનની વિનંતી કરતી ટવિટ શરમજનક અને અસંવેદનશીલ હતી. ગેરીએ કહ્યું કે જયારો લોકો સડકો પર મરી રહ્યા છે, સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા રહ્યા છે, તેવા સમયે આવી ટવિટ કરવી ખોટી વાત છે. અમારે માટે એ જાણવું જરૂરી છે કે આખરે આ બન્યું કેવી રીતે. જેણે પણ ટવિટ કર્યું છે તેની સામે કડક પગલાં લેવાવા જોઇએ. ગેરીએ  કહ્યું કે ભારતની અંદર ન્યૂઝીલેન્ડ બીજા રાજકીય પક્ષ પાસે અપીલ કરે એ અજીબ વાત છે.

 દુતાવાસોમાં ઓકસીજન સપ્લાયને લઇને વિવાદ ત્યારે ઉભો થયો જયારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે યૂથ કોંગ્રેસ તરફથી ફિલીપીંસના દુતાવાસમાં ઓકસીજન સિલિન્ડર પહોંચડાયા હોવાના વીડિયોને રિટવિટ કર્યો. જયરામ રમેશે રિટવિટ કરીને વિદેશ મંત્રી એસ. જયશંકરને ટેગ કર્યું અને લખ્યું કે શું ભારતનું વિદેશ મંત્રાલય નિંદ્રામાં છે?. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટવિટનો જવાબ આપતા કહ્યું કે આ સસ્તી લોકપ્રિયતા અપનાવવાના હઠકંડા છે. ફિલિપીંસના દુતાવાસમાં કોઇ કોરોનાથી પીડિત નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp