પાણીના ટીપા માટે દુનિયા તડપશે, 200 કરોડ લોકોને પાણી પૂરું પાડનાર પીગળી રહ્યું છે

PC: aajtak.in

આ વખતે ગરમીએ હદ વટાવી દીધી છે. વિશ્વના ઘણા દેશોમાં ખુબ જ વધારે ગરમી પડી રહી છે. આ તીવ્ર ગરમીમાં પાણીનું સંકટ પણ વધી રહ્યું છે, જે વિશ્વના 200 કરોડ લોકોને અસર કરી શકે છે. તાજેતરમાં નેપાળના ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ એટલે કે ICIMOD તરફથી એક રિપોર્ટ આવ્યો છે.

આ રિપોર્ટ અનુસાર, આ વખતે હિંદુ કુશ હિમાલયમાં હિમવર્ષાનું સ્તર સામાન્ય કરતા 20 ટકા ઓછું રહ્યું છે. હિંદુકુશ હિમાલયની પશ્ચિમમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ છે. સ્નો અપડેટ રિપોર્ટ અનુસાર, ગંગા બેસિનમાં બરફનું સ્તર સામાન્ય કરતાં 17 ટકા ઓછું અને બ્રહ્મપુત્રા બેસિનમાં સામાન્ય કરતાં 14.6 ટકા ઓછું હતું. સિંધુ બેસિનમાં બરફનું સ્તર સામાન્ય કરતા 23.3 ટકા ઓછું છે. જે છેલ્લા 22 વર્ષમાં સૌથી ઓછું છે.

સરળ શબ્દોમાં સમજીએ તો, આનો અર્થ એ છે કે હિંદુકુશમાં હિમવર્ષા ઘટી છે. હિંદુ કુશ હિમાલય ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, મ્યાનમાર, નેપાળ અને પાકિસ્તાનમાં લગભગ 3,500 કિલોમીટરમાં ફેલાયેલો છે. હિમાલયના આ પર્વતોમાં રહેલો બરફ એશિયાના લગભગ 200 કરોડ લોકોની તાજા પાણીની જરૂરિયાતને પૂર્ણ કરે છે. આ 200 કરોડ લોકો એશિયાના 16 દેશોમાં સ્થાયી થયેલા છે, જેમાંથી ભારત પણ એક છે. તેમાંથી 24 કરોડ લોકો એવા છે, જે હિમાલયના પહાડી વિસ્તારોમાં રહે છે, જ્યારે 165 કરોડ નીચાણવાળા વિસ્તારોમાં રહે છે. જે અલગ અલગ દેશોમાં છે.

ICIMOD રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હિંદુ કુશ હિમાલયના ગ્લેશિયરનો બરફ 65 ટકા ઝડપથી પીગળી રહ્યો છે. હિંદુકુશમાં હિમવર્ષામાં થયેલો ઘટાડો અને બરફનું ઝડપી ઓગળવું ચિંતાનો વિષય છે, જેના કારણે વિશ્વના મોટા વિસ્તારમાં દુષ્કાળ સર્જાઈ શકે એમ છે.

હવે પહાડોમાં ટ્રાફિક જામ વિશે વાત કરીએ તો, તમે દિલ્હી અને મુંબઈમાં ટ્રાફિક જામ તો જોયો જ હશે. ઘણી વખત ટ્રાફિક જામના કારણે વાહનો થંભી જાય છે. પરંતુ આજકાલ દિલ્હી અને મુંબઈ જેવો ટ્રાફિક જામ હિલ સ્ટેશનો પર પણ જોવા મળે છે. ઉનાળાની રજાઓમાં પર્વતો પર માત્ર માણસો અને વાહનો જ દેખાય છે. બધા પહાડો તરફ દોડી રહ્યા છે. મનાલી હોય કે હરિદ્વાર, ટ્રાફિક જામની સ્થિતિ સમાન છે. ગરમીથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો મનાલી પહોંચ્યા છે, જેના કારણે મનાલીના રસ્તાઓ પર વાહનો ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યા છે.

ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત છે, પરંતુ વાહનોના જંગી વધારાથી તંત્ર ભાંગી પડ્યું છે. હરિદ્વારની પણ એવી જ હાલત છે. રવિવારે ગંગા દશેરા હતો, જેના કારણે હરિદ્વારમાં પણ લાંબો ટ્રાફિક જામ હતો. ગરમીથી રાહત મેળવવા લોકો હિલ સ્ટેશનો પર જઈ રહ્યા છે. પરંતુ અહીં ગરમી અને ટ્રાફિક જામના બેવડા હુમલાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp