હરાજીમાં ટીપૂ સુલ્તાનની તલવારના મળ્યા એટલા પૈસા એક વંદે ભારત ટ્રેન બની જાય

PC: twitter.com/syedurahman

18મી સદીના મૈસુરના શાસક ટીપૂ સુલ્તાનની તલવારે બ્રિટનમાં હરાજીનો રેકોર્ડ બનાવી દીધો છે. ટીપૂ સુલ્તાનની આ તલવાર 1.4 કરોડ પાઉન્ડ (લગભગ 140 કરોડ રૂપિયા)માં હરાજી થઈ છે. ટીપૂ સુલતાને વર્ષ 1782 થી વર્ષ 1799 વચ્ચે શાસન કર્યું હતું. આ તલવાર ટીપૂ સુલ્તાનના ખાનગી રૂમમાંથી મળી હતી. આ તલવારને ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનાના મેજર જનરલ ડેવિડ બેયર્ડને રજૂ કરવામાં આવી હતી. હરાજીનું આયોજન કરનારા  બોનહમ્સે કહ્યું કે, આ તલવાર આશાથી અનેક ગણી વધારે કિંમતમાં વેચાઈ છે.

ટીપૂ સુલ્તાનની તલવારે ઓક્શનના બધા રેકોર્ડ તોડતા અત્યાર સુધીની સૌથી મોંઘી વેચાનારી ભારતીય વસ્તુ બની છે. બોનહમ્સ ઈસ્લામિક એન્ડ ઇન્ડિયન આર્ટના પ્રમુખ ઓલિવર વ્હાઇટે જણાવ્યું કે, આ તલવાર ટીપૂ સુલ્તાન સાથે જોડાયેલા હથિયારોમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ટીપૂ સુલ્તાનનું તેની સાથે ઊંડું જોડાણ હતું. તે તેના ખાનગી રૂમમાંથી મળી હતી. આ તલવારનો એક અસાધારણ ઇતિહાસ છે. ટીપૂ સુલ્તાનની તલવારને ‘સુખેલા’ એટલે કે સત્તાનું પ્રતિક કહેવામાં આવે છે.

16મી સદીના ભારતમાં રજૂ કરવામાં આવેલા જર્મન બ્લેડના મોડલ બાદ મુઘલ તલવાર નિર્માતાઓ તેને બનાવી હતી. શિલ્પકારોએ તલવારને પકડવાની જગ્યાએ ખૂબ જ સહજતાથી સોનાની અદાકારી દેખાડી છે. ટીપૂ સુલતાનનો જન્મ 10 નવેમ્બર 1750માં કર્ણાટકના દેવનાહલ્લીમાં થયો હતો. 1782માં હૈદર અલીની તબિયત ખરાબ થયા બાદ મોત થઈ ગયું અને ટીપૂ બની ગયો હતો ટીપૂ સુલ્તાન. 1783માં બ્રિટન, ફ્રાંસ અને સ્પેન વચ્ચે એક શાંતિ સમજૂતી થઈ, ત્યારબાદ ફ્રાન્સે મૈસૂની મદદ કરવાની બંધ કરી દીધી.

1984માં ટીપૂએ અંગ્રેજો સાથે સંધિ કરવી પડી, ત્યારબાદ ટીપૂની તાકત સતત ઓછી થતી ગઈ. વર્ષ 1799માં એક લડાઈ દરમિયાન ટીપૂ સુલ્તાનનું મોત થઈ ગયું.  આ તો હતા મુખ્ય સમાચાર, પરંતુ તેને થોડું રિલેટેબલ બનાવવામાં માટે તમને જણાવી દઈએ કે જેટલા રૂપિયામાં ટીપૂ સુલ્તાનની તલવારની હરાજી થઈ એટલામાં એક વંદે ભારત ટ્રેન બનીને તૈયાર થઈ જાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વંદે ભારત ટ્રેનને બનાવવા માટે લગભગ 108 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. જો આ ખર્ચમાં GST હટાવીને છે. તો ટીપૂ સુલ્તાનની તલવાર અને વંદે ભારત ટ્રેન બંનેની કિંમત લગભગ એક સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp