કોવિડ કરતા પણ ખતરનાક મહામારી વિશે WHOએ આપી ચેતવણી

PC: indiatoday.in

છેલ્લાં ત્રણ વર્ષથી કોરોના વાયરસ મહામારીની માર ઝેલી રહેલી દુનિયાની સામે ટૂંક સમયમાં જ એક મોટું સંકટ આવવાનું છે. દુનિયાએ એક નવી મહામારીનો સામનો કરવો પડી શકે છે જે કોવિડ કરતા વધુ ખતરનાક હશે. આ ચેતવણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ચીફ ડૉ. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે હાલમાં જ જિનેવામાં થયેલી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની મીટિંગમાં આપી છે.

ટેડ્રોસે કહ્યું, વધુ એક મહામારી ક્યારેય પણ આવી શકે છે જેના કારણે ગંભીર બીમારી ફેલાઇ શકે છે અને ભારે સંખ્યામાં લોકોના મોત થઈ શકે છે. આપણે તેનો સામનો કરવા માટે સામુહિક રીતે તૈયાર રહેવુ જોઈએ. દુનિયાભરમાં કોવિડનો પ્રકોપ ઓછો થયો છે પરંતુ, હજુ પણ એક અન્ય પ્રકારની મહામારીની સંભાવના રહેલી છે. તેના કારણે દર્દીઓ અને મોતની સંખ્યામાં ઘણો વધારો થઈ શકે છે.

WHOએ કેટલાક એવા સંક્રામક રોગોની ઓળખ કરી છે, જે બીજી મહામારીનું કારણ બની શકે છે. આ બીમારીઓમાં ઇબોલા વાયરસ, મારબર્ગ, મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમ, સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ, કોવિડ-19, ઝીકા અને કદાચ સૌથી વધુ ભયાનક ડિસીસ એક્સ (Disease X) છે.

ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, ડિસીસ એક્સ એક ટર્મ છે જેનો ઉપયોગ WHO દ્વારા પ્લેસહોલ્ડરના રૂપમાં એક એવી બીમારીનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે જે માનવ સંક્રમણના કારણે પેદા થાય છે અને મેડિકલ સાયન્સ માટે અજ્ઞાત છે. તેને સરળ ભાષામાં એવી રીતે સમજો- ડિસીસ એક્સ એક એવો ટર્મ છે જેનો ઉપયોગ એવી બીમારી અથવા સંક્રમણ માટે કરવામાં આવે છે જેના વિશે હાલની પરિસ્થિતિમાં કોઈની પાસે જાણકારી નથી. ઉદાહરણ તરીકે WHOએ ડિસીસ એક્સનો પહેલીવાર વર્ષ 2018માં કર્યો અને તેના બીજા વર્ષે એટલે કે 2019માં કોરોના વાયરસ મહામારી પેદા થઈ ગઈ.

એવુ માનવામાં આવી રહ્યું છે કે, ડિસીસ એક્સ કોઈ વાયરસ, બેક્ટેરિયા અથવા ફંગસ હોઈ શકે છે અને ચિંતાની વાત એ છે કે, તે જે પણ હોય તેના માટે કોઈ વેક્સીન કે ઉપચાર નહીં હશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના મામલામાં પણ એવુ જ હતું. કેટલાક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવુ છે કે, આવનારું ડિસીસ એક્સ જૂનોટિક હશે, જેનો અર્થ છે કે તે જંગલી અથવા પાલતું પ્રાણીઓમાંથી પેદા થશે અને પછી મનુષ્યોને સંક્રમિત કરશે. ઇબોલા, એચઆઈવી/એઇડ્સ અને કોવિડ-19 જૂનોટિક પ્રકોપ હતા.

જોકે, કેટલાક વિશેષજ્ઞોનું માનવુ છે કે, આવનારી મહામારી કોઈ વાયરસ અથા બેક્ટેરિયાના કારણે પણ ફેલાઈ શકે છે. એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે, ડિસીસ એક્સ કોઈ પ્રયોગશાળા દુર્ઘટના અથવા બાયલોજિકલ એટેકના કારણે પેદા થઈ શકે છે. ડિસીસ એક્સના પ્રકોપને રોકવા અને તેનો સામનો કરવા માટે, દુનિયાભરના મેડિકલ એક્સપર્ટ તમામ સંભવિત ઉપાય, શોધ અને દેખરેખ કરી રહ્યા છે. કુલ મળીને, એક્સપર્ટ્સનું માનવુ છે કે, કોવિડ-19 મહામારી દુનિયા પર કહેર વર્તાવનારી પહેલી કે છેલ્લી બીમારી નથી. દુનિયાને આવનારા પ્રકોપની તૈયારીની જરૂરિયાત છે.

WHOએ કેટલાક સંક્રમણ અને બીમારીઓનું એક લિસ્ટ બનાવ્યું છે, જે આવનારી મહામારીનું કારણ બની શકે છે. તેમાંથી તમે કેટલાક નામ પહેલાથી જ જાણો છો જેમકે- ઇબોલા, સાર્સ અને ઝીકા પરંતુ આ લિસ્ટમાં એક ભયાનક નામ ડિસીસ એક્સ છે. આ ઉપરાંત, મારબર્ગ વાયરસ. ક્રીમિયન-કોંગો હોરેગિક ફીવર, લસ્સા ફીવર, નિપાહ અને હેનિપાવિરલ ડિસીસ, રિફ્ટ વેલી ફીવર અને મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમ વગેરે પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp