અજીબો ગરીબ કપડામાં મહિલાને ચાલવામાં પડતી હતી તકલીફ, તપાસ કરી તો બધા ચોંકી ગયા

PC: livehindustan.com

તાઇવાનના કિનમેન શહેરના પોર્ટ પર એક મહિલા લથડિયા ખાતી ચાલી રહી હતી. તેને જોઇને ત્યાંના કોસ્ટ ગાર્ડ બળના અધિકારીઓને તેના પર શક ગયો ત્યાર બાદ મહિલાની તપાસ કરવામાં આવી. અને એ તપાસ દરમિયાન મહિલાના સ્કર્ટના અંદરથી એક એવી વસ્તુ નીકળી, જેને જોઇને અધિકારી પણ હેરાન રહી ગયા. જો કે મહિલા પોતાના સ્કર્ટના અંદર 24 ગર્બિલ્સ (એક પ્રકારનો ઉંદર) સંતાડીને લઇ જઇ રહી હતી.

મહિલાઓનુ કહેવુ છે કે તે આ ગર્બિલ્સને પોતાના ફ્રેન્ડ્સ માટે ચીનથી લઇને આવી છે. જો કે તેણે એ ન જણાવ્યુ કે તેના ફ્રેન્ડ્સ કોણ હતા. કોસ્ટ ગાર્ડ બળના મુજબ ગર્બિલ્સની તસ્કરીના આરોપમાં 60 વર્ષની વુ નામની મહિલાને કિનમેનના શુઇતોઉ પોર્ટથી ઝડપી પાડવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલાએ જે સ્કર્ટ પહેરી રાખ્યો હતો તે ઘણો ફૂલેલો નજરે આવી રહ્યો હતો. સાથે જ તે પોર્ટ પર સારી રીતે ચાલી પણ નહોતી શકતી.

આ જોઇને અધિકારીઓને શક થયો અને તેણે મહિલાઓના કપડાની તપાસ કરી. જેમાં ખબર પડી કે મહિલા ગર્બિલને પોતાના પગમાં બાંધી રાખ્યો હતો અને તેને સ્કર્ટથી ઢાંકીને રાખ્યુ હતુ. મહિલાએ પુછપરછમાં જણાવ્યુ કે તેને આ ગર્બિલ્સને ચીનના એક શોપથી ખરીદ્યો હતો, જેમાં નર અને માદા બંન્ને હતા. એક નર ગર્લિબ્સને તેને 50 યુઆન (ચીની) એટલે લગભગ 525 રુપિયામાં ખરીદ્યા હતા,જ્યારે એક માદા ગર્બિલ્સના બદલે તેને 150 યુઆન (ચીની) એટલેકે લગભગ 1574 રુપિયામાં ખરીદ્યા હતા. તેના સિવાય તેણે ગર્બિલ્સને લઇ આવવા માટે પરિવહન રુપે પણ 60 યુઆન એટલેકે લગભગ 630 રુપિયા આપ્યા હતા.

તમને જણાવી દઇએ કે ચીનના માર્કેટમાં આ ગર્લિબ્સ ઘણા મોંઘા વેચાય છે. ત્યાં એક નર ગર્બિલની કીમત 1100 રુપિયા અને માદા ગાર્બિલની કીંમત 2200 રુપિયા છે. અધિકારીઓનું કહેવુ છે કે મહિલાને સ્મગલર્સએ તપાસ પ્રોસેસના હેઠળ તપાસ કરવા માટે મોકલવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp