Zika Virusની સારવાર સંભવ, છ જીકા વાયરસ એન્ટીબોડી વિકસીત

PC: Mirror

નવી દિલ્હી: પાછલા કેટલાક મહિનાઓમાં રાજસ્થાન અને બિહારની કેટલીક જગ્યાઓ પર જીકા વાયરસનો આતંક દેખવા મળ્યો છે. જયપુરમાં 22થી વધારે લોકોમાં જીકા વાયરસનું સંક્રમણ મળી આવ્યું હતું. અત્યાર સુધી વાયરસની કોઈ જ રસી કે સારવાર નહતી. આ સક્રમણથી પીડિત લોકોને દર્દમાં આરામ આપવા માટે પેરાસિટામોલ (એસિટામિનોફેન) આપવામા આવી રહી હતી. તેવામાં એક ભારતીય મૂળના અમેરિકન ચિકિત્સકના નેતૃત્વમાં શોધકર્તાની એક ટીમે છ જીકા વાયરસ એન્ટીબોડી વિકસીત કરી લીધી છે. જે મચ્છરોથી પેદા થનાર બિમારીની સારવારમાં મદદરૂપ થઈ શકે છે. જીકાથી પાછલા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં 15 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

શિકાગોની લોયોલા યૂનિવર્સિટીના પ્રાધ્યાપક રવિ દુર્વાસુલાએ કહ્યું, એન્ટીબોડી બે રીતથી ઉપયોગી થઈ શકે છે, પ્રથમ તો આમાં જીકા વાયરસ સંક્રમણને ઓળખવાની ક્ષમતા છે અને બીજું તે કી આગળ ચાલીને સંક્રમણ વિસ્તારની સારવાર માટે પણ ઉપયોગમાં આવી શકે છે.

તેમને કહ્યું કે, ઉત્પાદનમાં સસ્તી આ એન્ટીબોડીને જીકા વાયરસની ઓળખવા માટે એક સાધારણ ફિલ્ટર પેપર ટેસ્ટનો ઉપયોગ કરવામા આવે છે જે હજું પણ હાજર છે. પરીક્ષણ દરમિયાન જો ફિલ્ટર પેપરનો રંગ બદલાઈ જાય છે તો આનો અર્થ જીકાનો પ્રભાવ છે.

આ શોધ માટે રીબોસમ ડિસ્પલે ટેકનિકનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ દરમિયાન છ રીતના સિન્થેટિક એન્ટીબોડીને વિકસીત કરવામા આવી છે જે જીકા વાયરસ સાથે જોડાયેલ છે. ગર્ભાવસ્થા દરમિયાન વાયરસથી સંક્રમિત મહિલાનું ગર્ભપાત થવું, મરેલ બાળક પેદા થવો અથવા જન્મજાત માઈક્રોસેફલી નામની બિમારી સાથે સંતાન પેદા થવાનો ખતરો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp