બાલ્યાવસ્થાથી જ બુદ્ધિ, વિકાસમાં યોગવિદ્યાનું મહત્ત્વ

PC: sajutulade.lv

પરમ પિતા પરમાત્માએ આ સૃષ્ટિ પર અનેક પ્રાણીઓને જન્મ આપ્યો. સૃષ્ટિ રચના વખતે શુદ્ધ પવિત્ર વાતાવરણ સર્જ્યું પણ પ્રાણીઓમાં વિશિષ્ટ, તેજસ્વી, બુદ્ધિશાળી માનવીએ ગ્રહયોગોના પ્રભાવે પોતાના કર્મ અને વાતાવરણના પ્રભાવે શુભત્વ ગ્રહણ કરવાની સાથે સાથે વાતાવરણને દુષિત પણ કર્યુ. અને શક્તિ હોવા છતાં. ચંદ્રની વધઘટ થવાની કલાના પ્રભાવે જે આ સૃષ્ટિ બ્રહ્માંડમાંથી જ મેળવવાનું છે તે સહજ ભાવમાં મેળવવાનું ઓછું કર્યુ.

જ્યોતિષાચાર્ય, યોગ વિશેષજ્ઞ ડૉ. મહેશ દશોરાએ જણાવ્યું કે ગ્રહયોગોના અશુભ પ્રભાવે આળસવૃત્તિ વધી અને જે કાર્યો જે ઉત્સાહ સાથે કરવા જોઈએ તે કાર્ય પર ધ્યાન ઓછું આપી બીજા કાર્યોમાં વધુ ધ્યાન આપીને જીવન, સ્વભાવ, પ્રકૃતિને ક્યારેક બધાને એવું લાગે છે કે પ્રગતિ થવા છતાં અસ્તવ્યસ્ત કરી નાંખી.

યોગવિદ્યા દ્વારા પરમાત્મા (તેજ) સાથે મિલન

આપણા પ્રાચીન ઋષી મહર્ષિઓએ અનેક પ્રકારના સંસ્કારોના સિંચનની પ્રથા સૂચવી તેમાં આહારવિહાર, યોગવિદ્યાનું પણ ખૂબ જ મહત્ત્વ સૂચવ્યું. આમ ધ્યાનયોગ પર સૂક્ષ્મ વિચાર કરીએ તો ધ્યાન દ્વારા, ધ્યાન દરમિયાન, ધ્યાન પછીના આનંદ અને પ્રગતિના અનુભવો માટે ઘણી વખત એની અભિવ્યકિત માટે શબ્દો નથી મળતાં.

  • ધ્યાન માટે શ્રેષ્ઠ સ્થાન
  • શાંત, પ્રફુલ્લિત, પ્રાકૃતિક, સ્વચ્છ શુદ્ધ હવા જ્યાં મળી શકે, વધુ પડતી ગરમી વધુ પડતી ઠંડી કોઈપણ પ્રકારનું પ્રદુષણ ન હોય, જ્યાં મન લાગતું હોય, અવર નવર કોઈપણ પ્રકારના અવરોધ, વિઘ્ન ન આવી શકે તે સ્થાન પર ધ્યાન કરવું વધુ લાભદાયી બને.
  • માનસિક શાંતિ માટે શાંત વાતાવરણનું ખૂબ જ મહત્ત્વ છે.
  • ધ્યાનયોગ દ્વારા બુદ્ધિનો વિકાસ અને શરીરનું શુદ્ધિકરણ.
  • આપણું માનવીનું શરીર પંચમહાભૂતથી બનેલું છે. ધ્યાનયોગ કરવાથી પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, અને આહાર તત્વો શરીરમાં સંતુલિત થતાં આ તત્વોનો શ્રેષ્ઠ પ્રભાવ વધતાં જીવનમાં અસાધારણ અનુભવો થતાં હોય છે. વ્યકિત ખૂબ જ મધુર ભાષી, વ્યવહારકુશળ બને છે.
  • અસંખ્ય લોકો અસાધ્ય રોગોમાંથી પણ મુક્તિ મેળવે છે એવા અસંખ્ય દાખલાઓ છે.
  • પ્રભાવશક્તિ વધે છે. જ્ઞાનતંતુઓ વધુ એક્ટીવ, વિકસીત થતાં વિઘાર્થી, શિક્ષક, સંશોધક પણ જીવનમાં અસાધારણ પ્રગતિ કરે છે.
  • મન શુદ્ધ, શાંત, ઉત્સાહી થતાં કુવિચારોનો અંત આવે છે. વધુ પડતાં વિચારોના કારણે વ્યકિત ઉત્સાહી રહી વધુ કર્મશીલ બને છે અને સાથે સાથે વધુ સમજુ બને છે, એમાં તો કોઈ શંકા નથી.

ધ્યાનયોગમાં પ્રાણાયમનું મહત્ત્વ-

  • જ્યોતિષાચાર્ય, યોગ વિશેષજ્ઞ ડૉ. મહેશ દશોરાએ વધુમાં જણાવ્યું કે વાતાવરણની શુદ્ધિ, પછી બધા દેવ-દેવીઓને વંદન કરી ભગવાન શ્રી ગણેશને પ્રથમ વંદન કરી પોતાની ઉંમર, શરીરની શક્તિને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના પ્રાણાયમોની શરૂઆત કરવી જોઈએ.
  • શ્વાસની ગતિવિધીને શાસ્ત્રમાં સુચવ્યા પ્રમાણે કાબૂમાં કરવી. વિવિધ પ્રકારે ફેરફાર કરવો, શ્વાસ લેવાની, શ્વાસ બહાર કાઢવાની, શ્વાસ રોકવાની પદ્ધતિ જાણીને શ્વાસ પર પ્રભુત્વ મેળવવાનું નામ પ્રાણાયમ છે.
  • પ્રાણાયમના અસંખ્ય પ્રકારો છે. પ્રાણાયમ યોગ્ય માર્ગદર્શકના સાંનિધ્યમાં શીખી યોગવિદ્યાની પ્રગતિ માટેનો મુખ્ય આધાર છે.
  • પ્રાણાયમના અભાવે નાડીશુદ્ધિ ન થતાં ક્યારેક યોગવિદ્યામાં પ્રવેશેલા વ્યકિતઓને વિવિધ પ્રકારના રોગો થતાં જોવા મળે છે.
  • નાડી શુદ્ધિ, પ્રાણાયમના પ્રભાવે યોગવિદ્યામાં વ્યકિત શીધ્ર, શુભદાયી ફળ મેળવે છે.
  • શરીરના શુદ્ધિકરણ માટે યોગવિદ્યાના વિઘાર્થીઓએ તેમજ સફળ યોગી બન્યા પછી પણ વ્યકિતનો આહારવિહાર પ્રત્યે ખૂબ જ સભાન રહેવું જોઈએ.
  • આવી સ્થિતિથી ધર્મ અને વ્યક્તિ "પ્રત્યાહાર'' તરફ પ્રયાણ કરે છે અને ઈન્દ્રિયો પર પ્રભુત્વ મેળવી મન અને મગજની અસાધારણ શક્તિ વધારી શકે છે.
  • વિઘાર્થીકાળ દરમિયાન વિવિધ પ્રકારના બાલ્યાવસ્થાના ધ્યાનયોગ દ્વારા પોતાની પ્રવૃત્તિઓમાં, અભ્યાસ પ્રત્યેની રુચિમાં, સ્મરણશક્તિમાં શ્રેષ્ઠ વિકાસ જરૂર કરી શકાય છે. યોગ્ય માર્ગદર્શનની નિયમિતતાની પારાવારિક સદ્‍ભાવના અને સહકારની અસ્તુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp