મેડિટેશન હૃદયરોગની શક્યતાઓ ઘટાડે છે

PC: dailymail.co.uk

અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મેડીટેશન એટલેકે ધ્યાન એ રક્તવાહિનીઓમાં રક્તના સુચારુ સંચાર માટે મદદરૂપ થાય છે અને જેને લીધે હ્રદયરોગના હુમલાની અસર તો ઓછી થાય જ છે પરંતુ હ્રદય વધુ સ્વસ્થ પણ બને છે.

આ અભ્યાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે ધમનીઓ સારી રીતે કાર્ય કરી શકે તે માટે તકનીક ઘણી આધુનિક થઇ છે અને તેના માટેની દવાઓ પણ બની છે, પરંતુ તેમ છતાં ધમનીઓ પર પડતા દબાણના અસરને ઓછી કરતી દવાઓ કે ટ્રીટમેન્ટ અંગે હજી કોઈ ખાસ કાર્ય થયું નથી. આવા સંજોગોમાં ધ્યાન કરવાની વિદ્યા હાલમાં અતિશય લોકપ્રિય થઇ  રહી છે તે રક્તવાહિનીઓના કાર્યને સુચારુ બનાવવામાં જે રીતે મદદ કરે છે તે ધમનીઓને પણ તંદુરસ્ત બનાવે છે અને તેમાં ખર્ચો બિલકુલ આવતો નથી.

આ અભ્યાસમાં એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે મેડીટેશનથી માત્ર હ્રદય જ નહીં પરંતુ જો તેને રેગ્યુલર કરવામાં આવે તો લાંબા સમયે મગજને પણ તે મજબૂત રાખે છે. ધ્યાન ધરવા ઉપરાંત યોગા અથવાતો તાઈ ચી જેવા શારીરિક વ્યાયામ ધ્યાનથી પ્રાપ્ત કરેલી તમારી શારીરિક તંદુરસ્તી તેમજ મનદુરસ્તીમાં વધારો જ કરે છે.

મેડીટેશનના વિવિધ પ્રકારો છે. જેમાં સામંત, વિપશ્યના, ઝેન, મનન, રાજ યોગ વગેરે સામેલ છે . MHA દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કોઇપણ પ્રકારનું મેડીટેશન તમારી રક્તવાહીનીઓમાં રક્તના પરિભ્રમણને વ્યવસ્થિત બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp