પાણી વિના પાક નહીં - Ep. 108

નમામી દેવી નર્મદે.. નર્મદા કે જેને આપણે ગુજરાતની જીવાદોરી માનીએ છે. પરંતુ આ જીવાદોરી જ તૂટી જાય તો શું થશે..આવું થઇ રહ્યુ છે કારણ કે  નર્મદા નદીમાંથી નીકળતી ખાલી ખંડેર જેવી નહેરો જાણે મરી ગયેલા લાંબા અજગર જેવી લાગી રહી છે. અને ખેડૂતોની આશા પણ આ જ રીતે મરી ગઇ છે. આપને જણાવી દઉ કે સરદાર સરોવરથી નીચેના વિસ્તારોમાં નદીની અંદર જ હજારો હેક્ટરમાં શાકભાજી થતા હતા. તે હવે નહીં થાય અને તેના કારણે ત્યાંની પ્રજાને મોટાપાયે નુકશાન થઇ રહ્યુ છે. નર્મદાથી લઇને ખંભાતના અખાત સુધી આ જ નદીની નહેરના આધારે લાખો લોકો શાકભાજી વાવીને પોતાનું જીવન નિભાવે છે. આ લોકો વધુ ન રીબાઇ તેના માટે સ્થાનિક સંસ્થાઓએ વારંવાર લખ્યુ છે તેમ છતા ભાજપ સરકાર કે સરદાર સરોવર નર્મદા નિગમનું પેટનું પાણી પણ હલતું નથી. બીજી ખાસ વાત કે હાલ નેતાઓ ભલે ગમે તે રાજકારણ રમીરહ્યા હોય પરંતુ નદીમાં મીઠુ પાણી ન આવવાના કારણે દરીયાથી 120 કિ.મી અંદર દરિયાનું ખારુ પાણી આવી જતા શાકભાજી પણ હવે ઉગતા બંધ થઇ ગયા છે. ત્યારે Khabarchhe.com આપને વિનંતી કરે છે કે હવેથી આપણે કસમ ખાઇએ કે પાણીનો બગાડ નહીં કરીએ અને યોગ્ય માત્રામાં જ તેનો ઉપયોગ કરીશું. આપ જોતા રહો Khabarchhe.com કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.