ફરી આંદોલનના વાવડે જોર પકડયુ -Ep. 112

ગુજરાત કે જે આંદોલન માટેનું જાણે કે એપીસેન્ટર બની ગયું હોય તેમ આંદોલનની ચીમકીઓ ઊઠતી રહી છે. તાજેતરમાં દલિત કાર્યકરતા ભાનુભાઇ વણકરે જે આત્મવિલોપન કરીને મોતને ભેટયા છે તેના પડધાઓ ચોક્કસથી દલિત સમાજ પરથી પડ્યા છે. આ સાથે જ બિલાડીની ટોપની જેમ ફરીથી આંદોલનકારીઓ ગુજરાતમાં બહાર આવી રહ્યા છે. અને ચિમકી આપી રહ્યા છે કે જયા સુધી દલિત મૃતકાર્યકર્તાને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમના મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે. ગઇકાલે પાટણમાં નાનું ટેઇલર પણ જોવા મળી ગયુ હતું. અને સરકાર તો હાલ ચૂપચાપ બધા ખેલ જોઇ રહી છે. માસ્તર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં તેવી રીતે સરકાર આ ખેલ જોતી રહી છે. જ્યારે સરકારે સામે આવીને સમાજને આશ્વાસન આપવું જોઇએ. હાલ ચુંટણી નથી તો એનો મતલબ એ નથી કે સરકાર હવે પ્રજાને ભૂલી જાય. સરકારે યાદ રાખવું જોઇએ કે તેઓ પ્રજાના સેવક છે નહીં કે માલિક. આપ જોતા રહો Khabarchhe.com કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.